ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાના નવા 218 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.98 ટકાએ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ?


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 2013 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 વેન્ટીલેટર પર છે અને 2006ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાંથી અત્યાર સુધી 127140 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11061 દર્દીઓના મોત નિપજ્યા છે.


તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં


રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વિગત જાણીએ તો, સૌથી વધુ અમદાવાદમાં 98 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 22, પાટણ 11, મહેસાણા 9, મોરબી 7, વલસાડ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 4,  વડોદરા 4, ભરૂચ 3, સુરત 3, અમદાવાદ 2, ગાંધીનગર 2, ગીર સોમનાથ 2, કચ્છ 2, પંચમહાલ 2, સાબરકાંઠા 2, આણંદ 1, અરવલ્લી 1, જામનગર 1, ખેડા 1, સુરેન્દ્રનગર 1 એમ કુલ 218 કેસ નોંધાયા છે.


અ'વાદમાં હાથી દાંતની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપાયું, ચારેય આરોપીઓ મામલે મોટો ખુલાસો