Corona Update: રાજ્યમાં એક જ દિવસમાં કોરોના કેસમાં મોટો વધારો, એક વ્યક્તિનું મૃત્યુ
Gujarat Corona News: રાજ્યમાં સોમવાર કરતા મંગળવારે કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં છેલ્લા 24 કલાકમાં મોટો વધારો નોંધાયો છે. ગઈ કાલે એટલે કે સોમવારે રાજ્યમાં 231 કેસ નોંધાયા હતા, પરંતુ આજે સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 324 કેસ સામે આવ્યા છે. એટલે કે એક દિવસમાં કોરોના સંક્રમણના કેસમાં 100 જેટલો વધારો થયો છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાને લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ 11056 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 317 લોકો સાજા થયા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 94 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 34, વડોદરા જિલ્લામાં 48, મહેસાણામાં 21, મોરબીમાં 15, રાજકોટ જિલ્લામાં 25, અમરેલીમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, સુરેન્દ્રનગરમાં 8, જામનગર કોર્પોરેશનમાં 7, વલસાડમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 6, સુરત ગ્રામ્ય 6, પાટણ 5,. ખેડા, કચ્છ અને પંચમહાલ 4-4, આણંદ, નવસારી અને પોરબંદરમાં 3-3, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય,માં બે-બે કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2220 છે, જેમાં 10 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 2210 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 1270154 લોકો સાજા થયા છે. જ્યારે કોરોના સંક્રમણને લીધે અત્યાર સુધી 11056 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.97 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube