અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં ખુલ્લા પ્લોટોને પાર્કિંગમાં ફેરવીને પે એન્ડ પાર્ક પ્લોટ બનાવવાની શરૂઆત કરી છે. આ કાર્યક્રમના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં શહેરના વિવિધ વિસ્તારોમાં 48 પાર્કિંગ પ્લોટ જાહેર કરવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સનું પાર્કિંગ કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં હાઈકોર્ટ સમક્ષ સત્તાધિશોએ પ્રહલાદનગર અને સિંધુ ભવન રોડ સહિત પાંચ સ્થળોએ નવા મલ્ટીસ્ટોરી પાર્કિંગ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન રજૂ કરવાની સાથે 48 નવા પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કવાનું આયોજન કર્યું હતું. 


કોર્પોરેશનના 48 નવા પે એન્ડ પાર્કના આયોજન મુજબ કુલ 1 લાખ 36 હજાર ચોરસ મીટરની જગ્યામાં કુલ 20 હજારથી વધુ ટુ વ્હીલર અને 35 જેટલી ફોર વ્હીલરનો સમાવેશ કરી શકાશે. આમ શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા કોર્પોરેશન કરી રહ્યું છે. 


આ મુજબ છે નવા 48 પાર્કિંગ સ્થળો


• ચીમનલાલ ઈન્સ્ટિટ્યૂટ પાસે, જોધપુર, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-700)


• પ્રેરણાતીર્થ દેરાસર પાસે, જોધપુર,(ફોર વ્હીલર્સ-135, ટૂ-વ્હીલર્સ-650)


• ફોર્મ્યુલા 1 હોટલ પાસે, આનંદનગર રોડ, (ફોર વ્હીલર્સ-300, ટૂ-વ્હીલર્સ-1000)


• નોવા વિલેજ ગાર્ડનની પાછળ, બોડકદેવ(ફોર વ્હીલર્સ-130, ટૂ-વ્હીલર્સ-600)


• રાજપથ ક્લબની પાસે (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-600)


• ગણેશ હાઉસિંગ પાસે, હેબતપુર, (ફોર વ્હીલર્સ-175, ટૂ-વ્હીલર્સ-800)


• એ.એમ.સી. પાણીની ટાંકી પાસે, સાયન્સ સિટી રોડ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250)


• સિગ્નેચર કોમ્પ્લેક્સની સામે, થલતેજ, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-300)


• આશ્કા ફ્લે઼ટની પાસે, ગોતા(ફોર વ્હીલર્સ-90, ટૂ-વ્હીલર્સ-375)


• ગંગોત્રી સર્કલ પાસે-1. નિકોલ,(ફોર વ્હીલર્સ-24, ટૂ-વ્હીલર્સ-460)


• ગંગોત્રી સર્કલ પાસે-2. નિકોલ, (ફોર વ્હીલર્સ-57, ટૂ-વ્હીલર્સ-590)


• ખોડિયાર મંદિર પાસે, નિકોલ(ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-126)


• મનમોહન ચાર રસ્તા પાસે, નિકોલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-430)


• શેલ્બી હોસ્પિ. પાછળ. નિકોલ, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-629)


• ઓઢવ અંડરગ્રાઉન્ડ પમ્પિંગ સ્ટેશન પાસે,(ફોર વ્હીલર્સ-47, ટૂ-વ્હીલર્સ-450)


• રતનપુર ગામ પાસે.વસ્ત્રાલ, (ફોર વ્હીલર્સ-72, ટૂ-વ્હીલર્સ-628)


• હાટકેશ્વર બસ ટર્મિનલ, (ફોર વ્હીલર્સ-21, ટૂ-વ્હીલર્સ-415)


• દરિયાપુર દરવાજાની સામે,(ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-30)


• જમાલપુર પુલ નીચે ફાયર સ્ટેશન સામે, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-50)


• ખાડિયા પોલીસ સ્ટેશન પાસે (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-140)


• શિવાલય ફ્લેટ પાસે, ઓરેન્જ મોલની પાછળ, (ફોર વ્હીલર્સ-23, ટૂ-વ્હીલર્સ-190)


• શુકન એપા. પાસે, ચાંદખેડા, (ફોર વ્હીલર્સ-58, ટૂ-વ્હીલર્સ-470)


• સુરમ્ય ફ્લેટ, મોટેરા, (ફોર વ્હીલર્સ-80, ટૂ-વ્હીલર્સ-650)


• ઔડા તળાવ પાસે મોટેરા, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-340)


• ટાઇગર ફ્લેટ પાસે, રેલવે લાઈન પાસે, નવા વાડજ,(ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-290)


• શાસ્ત્રીનગર, નારણપુરા, (ફોર વ્હીલર્સ-95, ટૂ-વ્હીલર્સ-820)


• મહેસાણા સોસાયટી સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-55, ટૂ-વ્હીલર્સ-480)


• મહેસાણા સોસા. સામે, વાડજ, (ફોર વ્હીલર્સ-5, ટૂ-વ્હીલર્સ-30)


• રાજહંસ સોસાયટી પાસે, નવરંગપુરા, (ફોર વ્હીલર્સ-25, ટૂ-વ્હીલર્સ-190)


• રાધા ક્રિષ્ના, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250)


• ડાયમન્ડ પાર્ક, ચિલોડા રોડ, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-143) 


• સારાભાઈ ફાર્મ હાઉસ પાસે, સરદારનગર, (ફોર વ્હીલર્સ-73, ટૂ-વ્હીલર્સ-423)


• એન.એસ. ડેકોરેટર્સ પાસે, નરોડા ગામ તરફ, (ફોર વ્હીલર્સ-35, ટૂ-વ્હીલર્સ-250)


• હરિદર્શન ચાર રસ્તા, કઠવાડા રોડ પર, (ફોર વ્હીલર્સ-123, ટૂ-વ્હીલર્સ-883)


• એસ.બી વિદ્યાલય, સરદાર ચોકથી આગળ, (ફોર વ્હીલર્સ-27, ટૂ-વ્હીલર્સ-194)


• હોટલ તાજની પાછળ, એરપોર્ટ નજીક, (ફોર વ્હીલર્સ-122, ટૂ-વ્હીલર્સ-873)


• સરસપુર, આંબેડકર હોલ પાસે, (ફોર વ્હીલર્સ-67, ટૂ-વ્હીલર્સ-480)


• મુખીની વાડી-1 પાસે, ખારાવાલા બસ સ્ટેન્ડ, (ફોર વ્હીલર્સ-40, ટૂ-વ્હીલર્સ-250)


• શંખેશ્વર એસ્ટેટની બાજુમાં, મડિકોની સામે, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900)


• સિલિકોન કોર્નર, બીબી તળાવ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-80)


• શ્યામ આઈકોનની પાછળ, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-0)


• જોગેશ્વરી સોસાયટી પાસે, (ફોર વ્હીલર્સ-150, ટૂ-વ્હીલર્સ-550)


• ટોપાઝ હોટલ પાસે, (ફોર વ્હીલર્સ-100, ટૂ-વ્હીલર્સ-800)


• એવલોન ફ્લેટની બાજુમાં, ઘોડાસર ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-125, ટૂ-વ્હીલર્સ-900)


• તક્ષશિલા સ્કૂલની બાજુમાં, અર્બુદાનગર, ઓઢવ, (ફોર વ્હીલર્સ-0, ટૂ-વ્હીલર્સ-300)


• સીટીએમ ચાર રસ્તા, (ફોર વ્હીલર્સ-20, ટૂ-વ્હીલર્સ-150)


• કાંકરિયા કિડ્સ સિટી પાસે, (ફોર વ્હીલર્સ-50, ટૂ-વ્હીલર્સ-400)


• ઝુલેલાલ ઓપન એર થિયેટરની બાજુમાં, કાંકરિયા, (ફોર વ્હીલર્સ-45, ટૂ-વ્હીલર્સ-375)