અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણધીન બ્રીજને લઈને એક દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજનો એક ભાગ મોડી સાંજે એકાએક તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે જ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે મહમદપુરા ચાર રસ્તા પાસે નવો બની રહેલો બ્રિજ ધરાશાયી થયો છે. કાકાના ધાબા પાસે બની રહેલો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. મોડી સાંજે 10.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. 


નોંધનીય છે કે, બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ મોડી સાંજે સનાથલ સર્કલ પાસે બોપલથી શાંતિપુરા તરફ જવા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો એક ભાગ એકાએક ધડાકાભેર તૂટી પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube