કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 6 શંકાસ્પદ કેસ, પુણે મોકલાયા સેમ્પલ
Chandipuram Virus Spread In Gujarat : ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા, સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, 6 શંકાસ્પદ કેસ આવ્યા, પૂણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા
Gujarat New Virus Entry : કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 શંકાસ્પદ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠાના ચાર લોકોને ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યો છે. ચારમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, તો બે દર્દીઓની સારવાર ચાલી રહી છે. ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યાની આશંકાથી સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા છે. તો ખેડબ્રહ્માના દીગથલી ગામના 5 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું છે.
શું છે ચાંદીપુરમ વાયરસ?
- ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
- ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
- માખીના કારણે ચાંદીપુરમ વાયરસનો લાગે છે ચેપ
- સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
- 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે
ચાંદીપુરમ વાયરસના લક્ષણો
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાઇરસના 6 સસ્પેકટેડ કેસ આવ્યા છે. ચાર કેસમાં બે મોત અને બે કેસ સારવાર હેઠળ છે. ચાંદીપુરમ કેસની આશંકાને લઈ સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. હાલમાં 2 કેસ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વરસાદ ખેંચી લાવતા લા નીનાએ આપ્યા ટેન્શનવાળા સમાચાર, જુલાઈ નહિ છેક ઓગસ્ટ સુધી રાહ જોવ