ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો નવી કિમીયો: કોફીની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી!
ગુજરાતમા નશીલા પદાર્થોનો કારોબાર દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે SIT અને પોલીસ દ્વારા સતત વોચ રાખીને નશીલા પદાર્થ જથ્થો એક બાદ એક અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી રહી છે.
ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: ગુજરાત પોલીસ દ્વારા તાજેતરમાં જ દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી ગુજરાતમાં નાપાક પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા ચકચાર મચી છે. ગુજરાત દરીયાય સીમા પટ્ટીમાંથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના માંગરોળ દરીયા કિનારા પાસેથી સંગધીકત પેકેટો જોવા મળતા જુનાગઢ SOG પોલીસ અને મરીન પોલીસને 40 જેટલા ચરસ ના પેકેટ હાથ લાગ્યા હતા.
ગુજરાતમા નશીલા પદાર્થોનો કારોબાર દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે SIT અને પોલીસ દ્વારા સતત વોચ રાખીને નશીલા પદાર્થ જથ્થો એક બાદ એક અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરીયા કિનારે નશીલા પદાર્થના પકેટો તણાઇને આવ્યાં હોઇ ત્યારે આ બાબતની જાણ જૂનાગઢ એસપીને થતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પહેલા 6 પેકેટો મળ્યાં ત્યાર બાદ વધુ દરીયાય પટ્ટી પર સર્ચ કરતા કૂલ 40 પેકેટ મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત 60 લાખ રૂપિયા આસપાસ થવા જઇ રહી છે, એટલે કે અડધા કરોડ ઉપરનો ચરસ ઝડપાવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.
ગુજરાતની દરિયાઈ સીમાના માંગરોળ પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના મતે નશીલા પદાર્થનો જથ્થો ગુજરાતમા ઘુસાડવાનું ષડયંત્ર હતું, પણ દરિયાઈ સીમામા કોસ્ટગાર્ડ અથવા નેવીના ડરથી ચરસનો જથ્થો દરીયામાં ફેંકી દેવાનું સામે આવ્યુ છે. ત્યારે ચરસના એક પછી એક પેકેટ માંગરોળના દરીયા કિનારે મળી આવતાં પોલીસ પણ સતર્ક બની હતી. 24 કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ, ત્યારે જુનાગઢ એસ.પી. એ ગીર સોમનાથ અને પોરબંદર પોલીસને જાણ કરી છે. ત્યારે હજું વધું નશીલા પેકેટ મળી આવવાની આંશંકા છે. હાલ જુનાગઢ પોલીસે માંગરોળ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. માંગરોળ દરીયા કિનારે જે નશીલા ચરસના પેકેટ મળી આવ્યાં તે ઇન્ટર નેશનલ કોફીની પ્લાસ્ટીક બેગોમાંથી મળી આવ્યા છે, ત્યારે ક્યાંથી માલ સપ્લાઇ થયો અને કોને આપવાનો હતો તે દિશા પણ તપાસ તેજ કરી છે.
અગાઉ જામનગરમાં પણ દરિયાકાંઠે આવેલા બેડી વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા SOG પોલીસને સફળતા મળી હતી. બેડી વિસ્તારમાંથી રૂપિયા 6 લાખની કિંમતના મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતા.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રાજ્યભરમાં ફેલાવાનો પ્રયાસ કરતા ડ્રગ્સના નેટવર્કને ડામવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડતા માફિયાઓ અને ડ્રગ્સ પેડલરો પર ઘોસ બોલાવતા એક પછી એક સફળતા મળી રહી છે. જેના પગલે જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો ઝડપાયો છે. જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ શખ્સને દેવભૂમિ દ્વારકા અને જામનગર SOG પોલીસ દ્વારા રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOG પીઆઇ સિંગરખિયાને મળેલ હકીકતના આધારે જામનગર શહેરના બેડી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને રૂપિયા 6 લાખના નશાકારક મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સોમવારની રાત્રે SOG પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. બે દિવસ સુધી પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આ ડ્રગ્સમાં ક્યાં રસ્તે જામનગરમાં ઘૂસડવામાં આવ્યો અને તેનું કઈ કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું તેમજ હજુ આ ગુન્હામાં વધુ શખ્સોના નામ પણ બહાર આવવાની શક્યતા રહેલી હોય પોલીસે આ અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube