ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનના 47મા દિવસે આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. છેલ્લાં 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ અત્યાર સુધી ગુજરાતમાં કુલ મોત 493 થયા છે. 


અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજ્યમાં કુલ કેસ : 8195

  • રાજ્યમાં કુલ મોત : 493

  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 2545

  • આજના દિવસે કુલ સ્વસ્થ - 454