RTPCR Compulsory At Gujarat Airports : ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ હવે ચિંતા જગાવી રહ્યાં છે. જેને કારણે કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડવામા આવી છે. ગુજરાતમાં વધતા કોરોનાને કેસોને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. નવી ગાઈડલાઈન મુજબ, ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો મૂકાયા છે. આ આદેશ અનુસાર, આ દેશોમાંથી આવનાર મુસઆફરો માટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. નેગેટિવ રિપોર્ટને જ એરપોર્ટ સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ગુજરાત સ્વાસ્થય વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ પર આ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.


સગીરોને પ્રેમજાળમાં ફસાવવાનો મહિલાઓનો નવો શોખ, દેશના એક માત્ર POCSO કેસમાં સજા


ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. કચ્છમાં આજે એક દર્દી કોરોના સામેનો જંગ હારી ચૂક્યો છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાના 123 કેસ છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.96 ટકા નોંધાયો છે.


જોકે, ગાંધીનગર સ્થિત જીબીઆરસી (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર) ખાતે એક મિહનામં 565 દર્દીઓના જીનોમ સિકવન્સ થયા હતા, જેમાંથી 46 ટકા દર્દીઓમાં XBB.1.16 વાયરસ જોવા મળ્યો છે. એટલે કે 262 દર્દીઓમાં XBB.1.16 વાયરસ મળી આવ્યો છે. આ વાયરલ ડેલ્ટાનો જ વેરિયન્ટ છે. 


આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, XBB.1.16 વેરિયન્ટનો પ્રથમ કેમ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં અતાયર સુધી આ વેરિયન્ટના 333 કેસ જોવા મળ્યા છે. XBB.1.16 વાયરસ કોરોનાનો સૌથી વધુ ચેપી હોવાનું એક્સપર્ટસનું કહેવું છે. 


સગીરોને પ્રેમજાળમાં ફસાવવાનો મહિલાઓનો નવો શોખ, દેશના એક માત્ર POCSO કેસમાં સજા


40 ટકા એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં
રાજ્યમાં 15 દિવસમાં કોરોનાના ઢગલાબંધ કેસ નોંધાય છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. 29 માર્ચે ગુજરાતમાં 2247 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 908 કેસ છે. જે આખા ગુજરાતના 40 ટકા છે. 


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 2247 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 6 વેન્ટીલેટર પર છે અને 2241 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં 1268563 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11054 લોકોના મોત થયા છે.


Indore Temple Collapse: ઈન્દોર મંદિર દુર્ઘટનામાં 11 ગુજરાતીના મોત, તમામ પાટીદાર હતા


રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 120, અમરેલી 7, આણંદ 9, અરવલ્લી 1, બનાસકાંઠા 3, ભરૂચ 8,  ભાવનગર કોર્પોરેશન 3, બોટાદ 2, છોટાઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 3, જામનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, કચ્છ 2, મહીસાગર 1, મહેસાણા 25, મોરબી 35, નવસારી 5, પાટણ 5, પોરબંદર 3, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 14, સાબરકાંઠા 11, સુરત 5, સુરત કોર્પોરેશન 32, સુરેન્દ્રનગર 2, વડોદરા 18, વડોદરા કોર્પોરેશન 20 અને વલસાડ 4 એમ કુલ 381 કેસ નોંધાયા છે.