રાજ્યમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી ‘ડિઝિટલ સ્ટેમ્પીંગ’ વ્યવસ્થા
ગુજરાતમાં 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશ્યલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. હવે સ્ટેમ્પ પેપર બંધ કરીને ડિઝિટલ સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ (Kaushikbhai Patel) દ્વારા ગુજરાતમાં 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશ્યલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ નાગરિકોએ ડિઝિટલ સ્ટેમ્પિગ (Digital Stamp) સુવિધાનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સ્ટેમ્પ પેપર (Stamp Paper) માટે એજન્ટોના કાળા બજારનો અંત લાવવા માટે રાજ્ય સરકારે 1 ઓક્ટોબરથી સ્ટેમ્પ પેપર બંધ કરીને ડિઝિટલ સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, નાગરિકોને પડતી સ્ટેમ્પ પેપરની મુશ્કેલીનો અંત આવશે અને વેન્ડર વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃતિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલીને નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેમ્પામાં ખીચોખીચ બેસીને જઈ રહેલા મુસાફરોને દાહોદ પોલીસે બતાવ્યો સુખડનો હાર
મહત્વનું છે, કે વર્તમાન વેન્ડરને પણ 1 ઓક્ટોબર પહેલા ઇ સ્ટ્મ્પીંગનું લાઇસન્સ આપવામાં આવશે. 474 ઇ -સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર છે જે સવારે 9 કલાકથી નાગરીકોની સુવિધા માટે મોડી રાત્ર સુધી ચાલશે. વહેલા અરજી કરશે તે વર્તમાન વેન્ડર લાયસન્સ આપવામાં આવશે. આ સુવિધાથી નોન જ્યડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરમાં પડતી મુશ્કેલીઓ દુર થશે. 20 હજારથી વધારે લોકોને પરવાના લાયસન્સ આપવા સરકારની તૈયારી બતાવી છે.
રાજકોટ : માથે તપેલી પહેરીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો, જોતજોતામાં કાકાનો Video થયો વાયરલ
હાલ રાજ્યમાં 1259 જેટલા પરવાનાદાર છે. જે પરવાનાદાર પાસે જેટલા સ્ટમ્પ પડયા હશે તેનું સરકાર દ્વારા રીફન્ડ આપવામાં આવશે. અત્યારે 29 ટકા ફીઝીકલ સ્ટેમ્પીગ 33 ટકા ઇ સ્ટેમ્પીંગ અને 28ટકા ફ્રેન્કીંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને બંધ કરી રાજ્ય સરકાર ડિઝિટલ સ્ટેમ્પને ચાલુ કરવા જઇ રહ્યું છે.
જુઓ LIVE TV :