અતુલ તિવારી/ગાંધીનગર: નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ધોરણ 10ની પરીક્ષામાંથી બોર્ડ નહીં હટે. ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. પરંતુ નવી શિક્ષણનીતિ હેઠળ પરીક્ષાના વિષયો પર વિદ્યાર્થીઓ પસંદ કરી શકશે. GHSEBના સંયુક્ત નિયામકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગોની જરૂરિયાત દૂર કરવા સુધારણા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પરીક્ષાના માળખાની ફરી રચના થશે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હવેથી વિષયોની પસંદગી કરી શકશે. વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે.


CM ભૂપેન્દ્ર પટેલ સહિત MLA, MP અને 100થી વધુ નેતાઓ ફિલ્મ જોવા પહોંચ્યા, જાણો ગાંધીનગરના કયા થિયેટરમાં કરાયું છે આયોજન


આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા એક વિગતવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા સુધારણા કરાશે.


ગોપાલ ઈટાલિયાએ કહ્યું 'કોંગ્રેસ ડૂબતું વહાણ છે, આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું લાગતું નથી'


નોટિફિકેશનમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાના માળખાની પુન;રચના કરાશે. વિદ્યાર્થીઓ તેમના હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદગી કરી શકશે. બોર્ડની પરીક્ષામાં વર્ષ બગાડવાના સંકટને ટાળવા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન બે વખત પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube