અતુલ તિવારી, અમદાવાદ: એક સમય એવો હતો કે જ્યારે ફાર્મસીમાં વિદ્યાર્થી એડમિશન લેવા ઇચ્છતો ન હતો પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે અને તેને જ કારણે સરકાર દ્વારા આ વર્ષે ડિગ્રી ફાર્મસી કોલેજની ચાર અને ડિપ્લોમાં ફાર્મસીની બે કોલેજને મંજુરી અપાતા 360 સીટોનો વધારો થયો છે. આ વર્ષે બે સરકારી ડિગ્રી ફાર્મસી કોલેજ ગાંધીનગર અને સુરતમાં મંજુરી આપવામાં આવી છે જ્યારે ભાવનગરમાં આવેલ જ્ઞાનમંજરી કોલેજને અને અમદાવાદની ખ્યાતિ ફાર્મસી કોલેજ શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની મોટી જીત, પેપ્સીકો કંપનીએ બટાકાના કોપીરાઈટ મુદ્દે કરેલા કેસ પાછા ખેંચ્યા 


જ્યારે પારૂલ યુનિવર્સિટી અને રાય યુનિવર્સિટીમાં ડિપ્લોમાં ફાર્મસી કોલેજ શરૂ થશે. સાથે સાથે એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ધસારો ઘટી રહ્યો છે તેમ છતાં પણ 3 એન્જીનિયરિંગ કોલેજોએ 3 નવા કોર્ષ શરૂ કરવા ઉપરાંત 11 કોલેજોએ વિદ્યાર્થીઓ ન મળતા કોર્સ બંધ કરવા માટે મંજુરી માંગી છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...