Government Jobs : ગુજરાતમાં ફરીથી નવી નોકરીઓની તક આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે સરકારી ભરતીની પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા સંદર્ભે સચિવ હસમુખ પટેલે માહિતી આપી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા સંદર્ભે સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આગામી એપ્રિલ માસમાં ગૌણસેવા વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. 1 લી એપ્રિલથી 8મી મે સુધી પ્રિલીમીનરી પરીક્ષાનું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી પરીક્ષા શરુ થશે, જે 20 દિવસ સુધી ચાલશે. 


આખા દેશમાં હાલ એક જ ચર્ચાતો વિષય : ભાજપ કોને આપશે ટિકિટ, ગુજરાતમાં આ નામ કન્ફર્મ છે


તેમણે જણાવ્યું કે, વર્ગ 3 ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓન લાઇન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં 5554 જગ્યાઓ પર 5 લાખ 17 હજારથી વધુ અરજીઓ આવી છે. સ્નાતક કક્ષાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરી છે. ઉમેદવારો 21 માર્ચથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જાય ત્યારે આધારકાર્ડ ફરજીયાત સાથે લેવાનું લેશે. 100 માર્કનું પેપર હશે અને સંપૂર્ણ કોમ્યુટર બેઝ પેપર લેવામાં આવશે. આ પ્રથમ તબક્કાની પરીક્ષા હશે.


હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા


પ્રાથમિક પરીક્ષા રાજ્યના 55 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. 1લી એપ્રિલ થી 8મી મેં સુધી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાની પરીક્ષાની તારીખમાં કોઈ અસર નહીં થાય. આવી સ્થિતિમાં પણ પરીક્ષા લેવામાં જ આવશે. જો પરીક્ષાની તારીખનાં દિવસે મતદાનની તારીખ આવે તો ફેરફાર કરવામાં આવશે. 


પ્રથમ પરીક્ષા નું પરિણામ ઓગષ્ટ સુધી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવશે અને પછી ઝડપી પરિણામ આપી પાસ થનાર ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવાની નેમ સરકારે વ્યક્ત કરી છે. 


માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલ પટેલની ભયાનક આગાહી