આ ક્ષેત્રમાં નોકરી શોધનારાઓને બખ્ખા, નવા 5 MOU થી ગુજરાતમાં મળશે નવી નોકરીઓ
Vibrant Gujarat : વાઈબ્રન્ટ ગુજરાત પહેલા વધુ પાંચ એમઓયુ થયા... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૦૯૫ કરોડનાં સંભવિત રોકાણ ગુજરાતમાં થશે... નવા રોકાણથી ૧૨૩૦ જેટલા રોજગાર ઉભા થશે... અત્યારસુધી ૭ તબક્કામાં ૧૩,૫૩૬ એમઓયુ થયા
Employment : આગામી જાન્યુઆરી-૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ ૧,૦૯૫ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં ૧,૨૩૦ જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. અત્યારસુધી વિવિધ 7 તબક્કામાં કુલ ૧૩,૫૩૬ જેટલા એમઓયુ થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે. આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં ૭ તબક્કામાં કુલ ૧૩,૫૩૬ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતા સમગ્રતયા ૫૦,૭૧૭ જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે.
રહસ્યમયી કહાની! સૂર્ય ઢળ્યા ચકલું પણ ફરકવાની હિંમત કરતું નથી, આ છે ભારતના ભૂતિયાં સ્થળો
પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ અંતર્ગત બુધવારે થયેલા પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
કયા કયા ક્ષેત્રમાં એમઓયુ થયા
આજે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આધાર કાર્ડ પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર