Gujarat Tourism : એક તરફ મીલો સુધી ફેલાયેલો સમુદ્ર અને બીજી તરફ ચમકતો તડકો અને સોનેરી રેત. આ વચ્ચેથી પસાર થવું એટલે સ્વર્ગની અનુભૂતિ થઈ આવે. હવે જરા વિચારો, તમે શ્રીકૃષ્ણના મહેલમાંથી દ્વારકાધીશના દર્શન કરીને બહાર નીકળ્યા હોવ, અને હવે તમારે મહાદેવના દરબાર સોમનાથ મંદિર જવુ છે. દ્વારકાથી સોમનાથનો કોસ્ટલ રોડ 200 કિલોમીટરથી વધુ લાંબો છે. હવે આ રોડ પર ધોમ તડકામાંથી પસાર થવું નહિ પડે. કારણ કે, શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવ સુધી પહોંચાડનારા દ્વારકા-સોમનાથ કોસ્ટલ રોડ પર બંને તરફ વૃક્ષો વાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશનો સૌથી લાંબો મરીન ડ્રાઈવ (એનએચ 51) જેમાં 200 કિલોમીટરથી લાંબો રસ્યો સમુદ્ર કિનારે-કિનારે થઈને નક્કી કરાય છે. ગુજરાતનો આ અનોખો કોસ્ટલ રોડ બે પ્રમુખ ધાર્મિક સ્થળોને જોડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ રોડ પરથી પસાર થતા વાહનો અને અહીં આવતા પ્રવાસીઓની સુવિધા માટે હાઈવેની બંને બાજુએ કુલ 40 હજાર વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર બેઝ્ડ હશે. જ્યાં વૃક્ષારોપણ માટે લોકોની મદદ લેવામાં આવશે. 


ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વૃક્ષો વાવવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવશે. આ કંપની ગ્રીન ફોરેસ્ટ પાથ યોજના હેઠળ હાઇવેની બંને બાજુએ 6 થી 8 ફૂટના રોપા વાવવામાં આવશે. માત્ર વૃક્ષો વાવવાથી કંપનીની જવાબદારી પૂરી નહીં થાય. આ પ્લાન્ટ્સની જાળવણીની જવાબદારી પણ આ કંપનીની રહેશે. 


એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે


કેવી રીતે થશે પ્લાન્ટેશન
હાઇવેની બંને બાજુ દરેક 10 ફૂટના અંતરે આ છોડ લગાવવામાં આવશે. થોડા સમય પછી, જ્યારે આ વૃક્ષો ઉગે છે, ત્યારે મરીન ડ્રાઇવની આસપાસ હરિયાળી છવાશે. આખા હાઈવે પર છાંયડાની તળે મુસાફરો પોતાની મુસાફરી પૂરી કરશે. 


મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા મુજબ, ગુજરાત સરકાર દરેક વૃક્ષ પર અંદાજે ₹3000નો ખર્ચ કરશે. જેમાં કંપની દ્વારા વૃક્ષો વાવવાનો ખર્ચ અને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોની જાળવણીનો ખર્ચ પણ સામેલ હશે. આમાંથી અડધો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે અને બાકીનો અડધો ખર્ચ ખાનગી કંપની આપશે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર ગ્રીન ફોરેસ્ટ પાથ સ્કીમ હેઠળ લગભગ 70,000 વૃક્ષો વાવવાની તૈયારી કરી રહી છે.


એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્