ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં એન્ટી કરપશન બ્યુરો ટ્રેપ પર ટ્રેપ કરી રહી છે પણ લાંચિયા બાબુઓ લાંચ લેતા અટકતા જ નથી. ત્યારે લાંચિયા બાબુઓ લાંચ લેવાની નવી પદ્ધતિઓ અને લાંચ માટે અવનવા કોર્ડવર્ડનો ઉપયોગ કરીને લાંચ લઇ રહ્યા છે. એસીબી પણ આ કોર્ડવર્ડને સમજીને લાંચ લેનાર સરકારી બાબુઓને પકડવા એફએસએલ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.  


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    લાંચ માટે બાબુઓના કુદકા 

  • લાંચ લેવા માટે નવી પદ્ધતિઓ 

  • લાંચ લેવા માટે કોર્ડવર્ડનો ઉપયોગ થયા છે 

  • લાંચ માં માત્ર પૈસા જ નથી સ્વીકારાતા 

  • મોંઘી ચીજ વસ્તુ , કાર , મોબાઈલ સહીતની માંગણી 

  • અમુક લાંચિયા બાબુ વિદેશમાં ફેમેલી ટ્રીપ માંગે છે 

  • પત્ની અને પરિવાર માટે જવેલર્સની માંગ થાય છે 


એક તરફ સરકાર સરકારી તંત્ર માંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એડીચોંટીનું જોર લગાડી રહી છે. ત્યારે ખુદ સરકારી બાબુ જ સરકાર સામે પડી પ્રજા પાસેથી કામ કરવા માટે લાંચની માંગણી કરી રહી છે. ACBએ અનેક બાબુઓને લાંચ લેતા ઝડપી પડયા છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બાબુઓ હવે લાંચ લેવાની પદ્ધતિઓ પણ બદલી છે. 


હવે સરકારી કર્મચારીઓને 10 લાખને બદલે 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવાશે


ACBની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, જ્યારે લોકો સાથે લાંચની ડિલ થતી હોય ત્યારે લાંચની રકમ કેલ્ક્યુલેટર, નોટબુક, કે રફ કાગળ કે પછી વૉટ્સએપ કોલમાં રકમ જણાવતા હોય છે. જેથી એસીબીના લપેટામાં ન આવી જાય પણ એસીબી પણ એક કદમ આગળ ચાલે છે. અને આવા લાંચિયા બાબુ સામે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. 


નવા ડોક્ટરોએ હવે ફરજિયાત એક વર્ષ ગામડાઓમાં સેવા આપવી પડશે


એસીબીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, જ્યારે લાંચ લેવા માટેનો છેલ્લો સમય આવી જ્યારે ત્યારે એસીબીના હાથે ન આવી જાય અને એસીબીને પુરાવાઓ ન મળે તે એ માટેથી વચેટિયા અને અધિકારી વચ્ચે એક કોર્ડવર્ડ પણ નક્કી કરવામાં આવે છે. જે કોર્ડવર્ડનો ઉપયોગ ફરિયાદી પાસેથી પૈસા લેવા સમયે ઉપયોગમાં લેવામાં આવે છે.


લાંચ ની જે રકમ નક્કી થઇ હોય તેનો કોર્ડવર્ડ 


  • લાંચની રકમ 10 લાખ તો કોર્ડવર્ડ GJ10 આવી ગયા છે 

  • લાંચની રકમ 05 લાખ તો કોર્ડવર્ડ 5 પડીકા આવી ગયા છે 

  • લાંચની રકમ 01 લાખ તો કોર્ડવર્ડ 1 કિલ્લો ગ્રામ આવી ગયું છે 

  • લાંચની રકમ 03 લાખ તો કોર્ડવર્ડ 3 ફાઇલ આવી ગઈ છે 


ત્યારે એસીબી દ્વારા છેલા જે કેસો નોંધવામાં આવ્યા છે. એ મોટા ભાગના કેસોમાં આવા કોર્ડવર્ડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે લાંચિયા બાબુ ભલે ગમે તે પ્રયાસ કરે એસીબીથી બચવા માટે પણ એસીબીથી બચી શકતા નથી.


LIVE TV....