Breaking News : ગુજરાતમાં HMPV વાયરસ નથી એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કહેવાની બીજી જ ઘડીએ ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે દેશમાં આ વાયરસના કુલ 3 કેસ થયા છે. બેંગલુરુમાં આજે 2 કેસ નોંધાયા છે, તો ત્રીજો કેસ ગુજરાતમાં નોઁધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી
ગુજરાતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. 2 મહિનું બાળક HMPV થી સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે. આ બાળકને HMPV વાયરસના શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. બાળક ખાનગી હોસ્પિટલના સારવારથી સ્વસ્થ જોવા મળ્યું છે. ખાનગી લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામના પરિવારનું છે. બાળકની તબિયત બગડતા અમદાવાદ લાવ્યા હતા. 


 


હાર્દિક પટેલે કરસન પટેલ માટે સંભળાવી દીધું, એમને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે!



રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV) ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે.



હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વાનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.


શું કરવું (Do's): 


  • જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો. 

  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. 

  • તાવ, ઉધરરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. 

  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. 

  • પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી. 

  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. 

  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.


શું ન કરવું (Don'ts):


  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ. 

  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. 

  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. 

  • ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું


ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ રિસર્ચ સેન્ટર! આ શહેરમાં બનાવાયું