New Pandemic Cholera Outbreak : જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેના કેટલાક વિસ્તારોમાંથી કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. જેને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર પહોંચી હતી. બીજી તરફ જે વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની માગણીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર-2 ખોજાવાડ, લાલખાણ, વામ્બે આવાસ, રવિપાર્કના સહિત નાં કેટલાક વિસ્તારમાં ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા. આ માટે જરૂરી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેરા ગ્રાસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમ મુલાકાત લીધી હતી. ત્યારે હવે આ મહામારીથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં પણ કોલેરાનો કેસ
રાજકોટના લોહાનગર વિસ્તારમાંથી કોલેરાનો 1 કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે. આસપાસનાં વિસ્તારોમાં જુદી-જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ઉપલેટાના ગણોદ-તણસવા રોડ ઉપર કોલેરાએ પાંચ બાળકોનો ભોગ લીધો હતો. ત્યારે હવે ઉપલેટાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે. રાજકોટ શહેરના લોહાનગર વિસ્તારમાંથી કોલેરાનો 1 કેસ સામે આવતા મહાનગરપાલિકા તંત્રમાં દોડધામ મચી છે. લોહાનગર સહિત શહેરના તમામ શંકાસ્પદ હોય તેવા વિસ્તારોમાં મનપાનાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સાવચેતીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.


માંડવીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત
કચ્છના માંડવીમાં દૂષિત પાણી મુદ્દે નગરપાલિકામાં હંગામો મચ્યો હતો. સ્થાનિકો તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર રજુઆત કરાઈ હતી અને દૂષિત સમસ્યાનો હલ કરવા 21 જૂન સુધી અલ્ટીમેટમ અપાયું હતું. ત્યારે સમસ્યા હલ ન થતા પાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ કે, અગાઉ જાણ કરી હોવા છતાં પગલાં ન લેવાતાં કોલેરા જાહેર કરવું પડ્યું. ત્યારે માંડવી વિસ્તારને એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. 


અંબાલાલ પટેલની આગાહી : આ તારીખે એવું ડિપ ડિપ્રેશન આવશે કે આખા ગુજરાતમાં આવશે પૂર


શું છે કૉલેરા
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એક્યુટ ડાયરિયલ સિકનેલ એટલે કોલેરાના નામથી પ્રખ્યાત છે. આ બીમારી આંતરડાના સંક્રમણને કારણે થાય છે. જે આપણને સંક્રમિત કરે છે. 


કેવી રીતે થાય છે
ખરાબ કે દૂષિત ભોજન કોલેરા ફેલાવાનું મુખ્ય કારણ છે. દૂષિત પાણીમાં બનાવેલુ ભોજન તમને કોલેરાથી સંક્રમિત કરી શકે છે. સાથે જ દૂષિત પાણીમાં પકવેલું ભોજન તમારા માટે ખતરનાક બની શકે છે. કોલેરા બેક્ટેરીયાથી દૂષિત પાણી પીવાથી પણ કોલેરાની બીમારી ફેલાઈ શકે છે. પાણી કોલેરા ફેલાવાનું મુખ્ય કારણ છે. 


સ્વચ્છતાની અછત
કોલેરા ફેલાવાનું મુખ્ય કારણ સાફસફાઈની અછત છે. ગટરના દૂષિત પાણીને કારણે કોલેરા સૌથી વધુ ફેલાય છે. આ ઉપરાંત કચરાના યોગ્ય નિકાલ ન થવાને કારણે પણ કોલેરાના બેક્ટેરીયા ફેલાઈ શકે છે. ગટરમાં મળી આવતા આ બેક્ટેરીયા તેજીથી મોટી માત્રામાં ફેલાય છે. જ્યારે તે ખોરાક પણ પીવાના પાણીમાં ભશળી જાય ત્યારે તે મહામારીનું કારણ બની શકે છે. આ બેક્ટેરીયાના ફેલાવાનું મુખ્ય કારણ વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવા માટે સ્વચ્છ પાણીની અછત છે. 


ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહે આપ્યા મોટા સંકેત


કોલેરાના લક્ષણ
આ લક્ષણો વિશે ડોક્ટર જણાવે છે કે, આ બીમારીના લક્ષણ સામાન્ય રીતે સંક્રમણના બે થી પાંચ દિવસ બાદ જોવા મળે છે. તેની તીવ્રતાથી હળવાથી લઈન ગંભીર સુધી હોઈ શકે છે. ગંદુ પાણી તેનું મુખ્ય વાહક છે. આ ઉપરાંત અન્ય કેટલાક લક્ષણો દેખાય તો પણ તાત્કાલિક તબીબી સલાહ લો. જેમ કે,


  • ઉલટી, ડિહાઈડ્રેશન

  • ઓછું યુરીન આવવું

  • માંસપેશીઓમા દુખાવો

  • હાઈપોવોલેમિક શોક

  • હાર્ટબીટ વધી જવા


કોલેરાથી બચવાના ઉપાય
કોલેરાથી બચવા માટે સ્વચ્છતા રાખવી જરૂરી છે. ખાસ કરીને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. પાણીનો ઉકાળીને ઉપયોગ કરો. અથવા ક્લોરીનેશનવાળું પાણી વાપરો, જેથી પાણીમાંથી કીટાણું નાશ થઈ જાય. સ્વચ્છતા સાથે જોડાયેલા બાબતોનું ધ્યાન રાખો. કીટાણુંથી દૂર રહેવા વારંવાર હાથ ધોવાની આદત રાખો. યોગ્ય રીતે પકવેલો ખોરાક લો. સ્ટોર કરાયેલા ફૂડથી બચો. કાચા કે અર્ધ પકાયેલા સી-ફૂડથી દૂર રહો. અથવા કોલેરા વેક્સીનેશન પણ લઈ શકાય છે. 


દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન