અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા CM વિજય રૂપાણી (Vijay Rupani) માટે નવું વિમાન ખરીદવામાં આવ્યું છે. હાલ તેઓ જે વિમાનનો ઉપયોગ કરી રહ્યા હતા તે 20 વર્ષ જૂનુ હોવાથી મુખ્યમંત્રી માટે 191 કરોડના ખર્ચે ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ (Bombardier Challenger 650) નામનું નવુ વિમાન ખરીદવામાં આવ્યું છે. જોકે, નવેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં જરૂરી પ્રોસેસ પૂરી કર્યા બાદ વિમાનને ડિલિવર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ મુખ્યમંત્રી પાસે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન (Beechcraft Super King) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધદરિયે ચકરાવા લેતા ‘મહા’ ચક્રવાતનો Video આવ્યો સામે, જુઓ


191 કરોડની વિમાનની ખાસિયત જાણીએ...


  • આ વિમાન 2 એન્જિન ધરાવે છે

  • 12 લોકોને બેસાડનાર બોમ્બાર્ડિયરની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.

  • હવે આ પ્લેનથી મુખ્યમંત્રી લાંબા અંતરની મુસાફરી કરી શકશે. આ પ્લેન દ્વારા ચીન જેટલું લાંબુ અંતર પણ કાપી શકશે.

  • બોમ્બાર્ડિયર ચેલેન્જર 650માં વર્લ્ડક્લાસ લેવલની આલિશાન કેબિનની સુવિધા છે. પહેલી નજરે તે ફાઈવ સ્ટાર હોટલના મીટિંગ રૂમ જેવું લાગે છે.

  • પ્લેનમાં મોટી બારી લગાવાઈ છે, જેનાથી અંદરે બેસેલી દરેક વ્યક્તિ બહારનો નજારો જોઈ શકશે.

  • સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કેબિનને ડિઝાઈન કરાઈ છે. 

  • વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ પણ છે. કેબિનને સ્પેસિયસ બનાવાવમાં આવી છે.

  • વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે.

  • વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.


વાવાઝોડું નહિ, પણ વરસાદ આવ્યો, દરિયા કાંઠે મહા સાયક્લોનની અસર શરૂ, દીવથી હવે સાવ નજીક છે


શા માટે નવુ વિમાન ખરીદવું પડ્યું
જૂનુ બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેન લાંબુ અંતર કાપી શક્તુ ન હતું, જ્યારે કે નવું બોમ્બાર્ડિયર ચેલેન્જર લાંબુ અંતર કાપી શકશે. લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે આ ખર્ચો ટાળવા માટે નવું વિમાન ખરીદવાનો નિર્ણય કરાયો છે. તેમજ જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા પણ હતી, જેથી તે લાંબુ અંતર કાપવામાં અસક્ષમ હતું. જ્યારે કે નવા વિમાનમાં આ સમસ્યા નહિ રહે. તેમજ જૂના વિમાનમાં બેસવાની ક્ષમતા ચાર-પાંચ લોકોની હતી, જ્યારે કે નવા વિમાનમાં 12 લોકો બેસી શકશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube