ઉદય રંજન/અમદાવાદ : ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ફાર્મા કંપનીમાં એન્વાયરમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા પાંચ શ્રમિકોના મૃત્યુ નિપજયા છે. સમગ્ર ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં એક મહત્ત્વપૂર્ણ વાત સામે આવી છે. ટુર્શન કંપનીમાં 5 શ્રમિકના દર્દનાક મોત મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. જેમાં પાંચેય શ્રમિકના મોત ઇલેટ્રીક શોટથી થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પહેલ બે મજૂર ભૂગર્ભ ટાંકી સાફ કરવા ગયા હતા. ત્યારબાદ બે મજૂરના મોત થતા અન્ય ત્રણ મજૂર તેમને બચવા ગયા હતા અને તેઓ પણ  મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં કુલ 5 મજુરના મોત થયા છે. ભુર્ગભ ટાંકીની બાજુમાં પડેલ પાણીની મોટરનો વાયર પણ ખુલ્લો હતો. જેના કારણે આ સમગ્ર ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એક નહિ, બે નહિ પરંતુ એક સાથે પાંચ પાંચ મૃતદેહના દ્ર્શ્યો આજે ખરેખર કઠણ હૃદયના માનવીને પણ રોવડાવી દે તેવા હતા. ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટુર્શન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના જ્યાં ઇટીપી પ્લાન્ટમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલ પહેલા શ્રમિક પ્લાન્ટ બેભાન થઇ ગયા હતા. જો કે તેને બચાવવા માટે ઉતરતા અન્ય એક શ્રમિકો ઉતરતા જે પણ બેભાન થઇ ગયા. બાદમાં અન્ય કંપનીમાં ત્રણ શ્રમિકો આવતા તેઓ પણ પ્લાન્ટમાં ઉતરતા બેભાન થઈ ગયા હતાં. જો કે ફાયર બ્રિગેડને જાણ કરતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. અને તમામ કરતા શ્રમિકો મૃત હાલત માં જોવા મળ્યા હતા.  


તમામ મૃતકો ઉતર પ્રદેશ ના હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં વિનય કુમાર, સુશી ગુપ્તા, દેવેન્દ્ર કુમાર પાલ, અનીશ કુમાર નિગમ અને તેનો ભાઈ રાજન નિગમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પાંચેય શ્રમિકોના મોતના પગલે પોલોસે મોતનું સાચું કરણ જાણવા માટે મૂર્તદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યા છે. સાથે જ ઘટના પાછળનું મુખ્ય કારણ શું છે એ જાણવા માટે એફએસએલ, કંપનીના મેનેજર સહિત ફાયર વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે. 


સાંતેજ પોલીસની પ્રાથમિક તપાસમાં  સામે આવ્યું છે કે કંપનીના સિક્યુરિટી ગાર્ડ પાંડેએ જણાવ્યું હતું કે, મજૂર ભૂગર્ભ ટાંકો સાફ કરવા માટે અંદર ગયા હતા. કોઈ પણ સેફટીના સાધનો વગર એ સમય દરમિયાન આ આખી દુર્ઘટના સામે આવી હતી ત્યારે પોલીસે જેની પણ બેદરકારી જણાશે તેના વિરુદ્ધ ગુનો નોંધવા માં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube