ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો
Gir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
Gujarat Tourism કેતન બગડા/અમરેલી : સિંહ સફારી માટે બુકિંગ કરી રહ્યા છો? તો પ્રવાસી તરીકે તમારે કેટલીક માહિતી જાણી લેવી જરૂરી છે. અમરેલી જિલ્લામા ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં દિવાળીના તહેવારમા ગેરકાયદેસર લાયન શો ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DCF દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી આખી રાત પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ચેતી જજો
દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓ આવતા હોય છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે ત્યારે 15 દિવસ માટે ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ધારી DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા 15 દિવસ માટે વિશેષ પેટ્રોલીંગ હાથ ધરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી તમામ વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં રહી નાકા અને ચેકપોસ્ટ પર હાજર રહેશે અને રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાશે અવાર નવાર લાઇન શોની ઘટનાઓ સામે આવતી હોય છે.
નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત
ગીર જંગલમાં સિંહોની પજવણી કરવા સહિતની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. ત્યારે સિંહો સહિત વન્યપ્રાણીઓ જંગલ અને રેવન્યુ વિસ્તારમાં પરેશાન ન થાય તે માટે અગાવથી વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સધન પેટ્રોલીંગ રાખી વોચ રાખી રહ્યા છે. દિવાળી તહેવાર રજાના સમયે ગેરકાયદેસર જંગલ વિસ્તારમાં કોઈ પ્રવેશી ન શકે સિંહો પાછળ વાહનો દોડાવવા લાઈટો કરવી આ સહિત ગુન્હાહિત પ્રવૃતિઓ કરનારા ચેતીજજો અહીં 24 કલાક વનવિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે.
જંગલના પ્રાણીઓને ખોરાક આપતા નહિ
ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાના સીધા મોનીટરીંગ હેઠળ વનવિભાગ હાલ એક્શન મોડમાં આવી પેટ્રોલીંગ કરી રહ્યા છે ઉપરાંત ધારી આસપાસ વિસ્તારના હોટલ રિસોર્ટ અને ગામડામાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અહીં પ્રવાસીઓ ગેરકાયદેસર સિંહ દર્શનમાં ન જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે. મોર, વાંદરા હરણ જેવા પક્ષી પ્રાણીઓને કોઈ ખોરાક ન આપવા અપીલ કરાઈ. સાથે જ જણાવાયું કે, જો કોઈ પ્રવાસીઓ બીસ્કિટ વગેરે ખોરાક આપશે તો કાયદેસરની કાર્યવાહી થશે. ઉપરાંત જંગલમાંથી પસાર થતા જાહેર માર્ગો અને ધાર્મિક મંદિરોમાં આવતા લોકોના કારણે ટ્રાફિક ન થાય તે માટે પોલીસ અને વનવિભાગ સાથે પેટ્રોલીંગ રાખશે. જેના કારણે ટ્રાફિક ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા ચેતી જજો નહિતર વનવિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે.
વાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મને કોઈ નહિ રોકી શકે
ગીરમાં પ્રવાસીઓ ઉમટ્યા
દિવાળી અને નવા વર્ષના તહેવારના માહોલ લઈને જુનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સિંહ દર્શન માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડતાં સાસણગીરમાં લોકોની ભારે ભીડ જામી છે. તેમજ જંગલમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સિંહ દર્શન કરી પ્રવાસીઓએ અલગજ રોમાંચ અનુભવ્યો સાથે સાથે પ્રવાસીઓએ જંગલમાં પ્રકૃતિને પણ માણી હતી. તો બીજી તરફ વન વિભાગ દ્વારા ઓફિશયલ વેબસાઈટ પર જ બુકીંગ કરવા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ સાસણગીર જંગલ સફારી તેમજ દેવડીયા પાર્ક ખાતે લોકોની ભારે ભીડના કારણે તમામ ટ્રીપો તેમજ હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.
યુવતીએ જાહેરમાં ઉતારી દીધા બધા કપડા, મુસ્લિમ દેશ ઈરાનમાં હિજાબનો આવો વિરોધ