Patidar Samaj : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ કરસન પટેલના એક નિવેદનથી પાટીદાર સમાજમાં વિવાદનો પલીતો ચંપાયો છે. શાંત થયેલું પાટીદાર અનામત આંદોલન ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચામાં આવ્યું છે. પાટણના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી. પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા. પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે કરશન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે જવાબમાં કહ્યુ કે, પાટીદાર અનામત આંદોલનમા  શહીદ થયેલા પરિવારોના કેટલા દીકરા - દીકરીઓને નિરમા યુનિવર્સિટીમા મફતમાં એડમિશન કે નોકરી આપી? પાટીદાર અનામત આંદોલન બાદ શહીદ પરિવારોની સહાય માટે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ યોજ્યો હતો, તેમાં કેટલો ફાળો આપ્યો? અનામત આંદોલનમા જયારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાજીનામુ આપવાની ફરજ પડી હતી ત્યારે કેમ કાંઈજ ના બોલ્યા. વધતી જતી ઉંમર ના કારણે આવું નિવેદન આપી દીધું હોય તેવું લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ ના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આવેલ પદ્મશ્રી ડૉ  કરસન પટેલ દ્વારા અનામતના  મુદ્દે નિવેદનને ગુજરાતમાં નવું રાજકારણ શરૂ થઈ ગયું છે. આ મામલે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિકિયા આપતા જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન થયું અને આંદોલનથી સમાજને શું મળ્યું. પાટીદાર સમાજના આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી તરીકે ભોગ લેવાયો. મારે કરસનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર આંદોલન વર્ષ 2015માં થયું અને કદાચ આંદોલનને લઇ આનંદીબેન પટેલને મુખ્યમંત્રીના પદેથી હટાવ્યા તો એ સમયે તમને ખબર ન હતી. જો તમારામાં પાટીદારની વાત કરવામાં ત્રેવડ હોય અથવા પાટીદારની વાત જે તમે 10 વર્ષ પછી કરી રહ્યા છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કરવા સરદાર પટેલે  કહ્યું છે તો તમારે હિંમત રાખી એ વખતે બોલવું તું.


છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં