દિવાળીમાં બજારમાં ફટાકડાનો નવો ટ્રેન્ડ, ભાવમાં થયો આટલો વધારો
આ વખતે બજારમાં હેલિકોપ્ટર, જમ્પિંગ ફ્રોગ , પોમ પોમ, મલ્ટી કલર કોઠી, મલ્ટીકલર ફાઉન્ટેઇન ગન , ટ્રાય કલર ફાઉન્ટેન કોઠી, મ્યુઝિકલ કલરની ચકરડી, મીની ફ્લેમ કોઠી, જેવી બાળકો માટેના ફટાકડા નવા ટ્રેન્ડ કરી રહ્યા છે.
દિવાળીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યા છે. એવામાં ફટાકડાના બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. વેપારીઓને આશા છે કે જેમ નવરાત્રીમાં સૌ કોઈ મન મૂકીને ઝૂમ્યા તેટલો જ ઉત્સાહ દિવાળીમાં પણ દેખાશે. જો કે આ વખતે ફટાકડામાં વેપારીઓના મત મુજબ 25-30 ટકાનો ભાવ વધારો છે.
બજારમાં આ વખતે ફટાકડાના ભાવ સાથે અવનવી વેરાયટી પણ જોવા મળી રહી છે. વિશેષ તો બાળકો માટે એવા ફટાકડાઓ ફટાકડા બજારમાં વેચાઈ રહ્યા છે જે ઓછા ધડાકા અને રંગબેરંગી લાઇટ્સ વાળા હોય. આ વખતે બજારમાં હેલિકોપ્ટર, જમ્પિંગ ફ્રોગ , પોમ પોમ, મલ્ટી કલર કોઠી, મલ્ટીકલર ફાઉન્ટેઇન ગન , ટ્રાય કલર ફાઉન્ટેન કોઠી, મ્યુઝિકલ કલરની ચકરડી, મીની ફ્લેમ કોઠી, જેવી બાળકો માટેના ફટાકડા નવા ટ્રેન્ડ કરી રહ્યા છે.