ઓસ્ટ્રેલિયા: અમદાવાદી યુવકની હત્યામાં ગર્લફ્રેંડ ઉપરાંત વધારે લોકોની સંડોવણી
મૌલીનના પીએમમાં મલ્ટીપલ ફ્રેક્ચર અને ગંભીર ઇજાઓને જોતા 18 વર્ષની યુવતી આટલો ઘાતક હૂમલો ન કરી શકે
અમદાવાદ : ઓસ્ટ્રેલિાયના મેલબોર્નમાં અમદાવાદના 25 વર્ષીય વિદ્યાર્થી મૌલિન રાઠોડની તેની જ ગર્લફ્રેંડ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જો કે આ હત્યા મુદ્દે તપાસમાં એક નવો ચોંકાવનારો વળાંક આવ્યો છે. ડોક્ટર્સના અનુસાર મૌલિનની જે પ્રાથમિક તપાસ કરી તેમાં મૌલિનને મલ્ટિપલ ફ્રેક્ચર, માથામા ગંભીર ઇજાઓ અને તેનું ગળુ દબાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે માત્ર 19 વર્ષીય યુવતી આટલી ગંભીર ઇજા ન પહોંચાડી શકે. જેથી યુવતીની મદદે કોઇ અન્ય સશક્ત વ્યક્તિઓ હોઇ શકે છે.
બીજી તરફ મૌલિનના મૃતદેહને અમદાવાદ પહોંચાડવામાં 20 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેવી શક્યતાને જોતા મેલબોર્નમાં રહેતા મૌલિનના પિતરાઇ તથા તેનો પરિવાર દ્વિધામાં મુકાઇ ગયો છે. મૌલિનના પરિવારે આ અંગે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ દ્વારા જાણ કરી છે.
સોમવારે થયો હતો જીવલેણ હૂમલો
પ્રાપ્ત માહિતી અનુસાર મેલબોર્નમાં સ્ટુડન્ટ વિઝા પર એકાઉન્ટિંગમાં અભ્યાસ કરતો મૌલીન ડેટિંગ વેબસાઇટની મદદથી એક યુવતીના સંપર્કમા આવ્યો હતો. ગત સોમવારે રાત્રે તે યુવતીના ઘરે મળવા ગયો હતો. આ મુલાકાત દરમિયાન જ મૌલિન પર જીવલેણ હૂમલો થયો અને તેનું મોત થયું હતું. અમદાવાદના વાસણાનો રહેવાસી મૌલિન યુવતીને મળવા માટે ગયો હતો. જો કે આ મુલાકાત દરમિયાન મૌલિન પર જીવલેણ હૂમલો થયો હતો. તેનું મોત થયું હતું.
મૌલિનનો પરિવાર આ સમાચાર મળ્યા બાદ આઘાતમાં છે. હાલ મૌલિનનો પરિવાર ભારતીય એમ્બેસી તરફથી મદદ કરવામાં આવે તેની રાહ જોઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલિનનો યુવતી સાથે પરિચય ઓનલાઇન ડેટિંગ વેબસાઇટમાં થયો હતો.