ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ નહીં બગાડી શકે તમારી 31st પાર્ટીની મજા, ઘરે રહી કરો આ કામ
રાત્રિ કર્ફ્યૂના કારણે 31st ડિસેમ્બરે લોકો ઘરની બહાર રહીને ના તો ફટાકડા ફોડી શકે, ના તો પાર્ટી કરી શકે. પણ ફિકર નોટ આજે અમે તમને જણવવા જઈ રહ્યા છે, એવા પાર્ટી આઈડીયા જે તમારી હાઉસ પાર્ટીને પણ રોકિંગ બનાવશે.
Bye Bye 2121: રાત્રિ કર્ફ્યૂના કારણે 31st ડિસેમ્બરે લોકો ઘરની બહાર રહીને ના તો ફટાકડા ફોડી શકે, ના તો પાર્ટી કરી શકે. પણ ફિકર નોટ આજે અમે તમને જણવવા જઈ રહ્યા છે, એવા પાર્ટી આઈડીયા જે તમારી હાઉસ પાર્ટીને પણ રોકિંગ બનાવશે.
હાલ વર્ષ 2021 પુર્ણ થવા જઈ રહ્યું છે. સમગ્ર દેશમાં નયૂ યર પાર્ટીની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે, ગુજરાતમાં રાજ્ય સરકારા દ્વારા રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોના રંગમાં ભંગ પડ્યો છે. એટલે હવે લોકો ઘરની બહાર રહીને ના તો ફટાકડા ફોડી શકે, ના તો ઘરની બહાર રહી શકે. પણ ફિકર નોટ આજે અમે તમને જણવવા જઈ રહ્યા છે, એવા પાર્ટી આઈડીયા જે તમારી હાઉસ પાર્ટીને પણ રોકિંગ બનાવશે.
ઘરે KARAOKE નાઈટ હોસ્ટ કરો
તમે ઘરે કરાઓકે નાઇટનું આયોજન કરી શકો છો. જેમાં તમે તમારા મિત્રોને આમંત્રિત કરી શકો છો. આજકાલ કરાઓકે સિંગિંગનો ઘણો ક્રેઝ છે. તેના માટે કોઈ મોંઘા સ્ટુડિયોની જરૂર નથી. યુટ્યુબ પર સેંકડો કરાઓકે સિંગ-અલોંગ વીડિયો સરળતાથી ઉપલબ્ધ છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો. તેમને તમારા સ્પીકર્સમાં પ્લગ કરો અને તમારી ગીત ગાવાની પ્રતિભાનું પ્રદર્શન કરો. તમે તમારા મિત્રો સાથે જૂના ગીતો પર ડ્યુએટ પણ ગાઈ શકો છો અને કિંમતી યાદોને પાછી લાવી શકો છો.
ડાન્સ પાર્ટી
તમે ઘરે નાની ડાન્સ પાર્ટી રાખી શકો છો. મિત્રો અથવા કુટુંબીજનોને આ માટે આમંત્રિત કરો અને તમારા લિવિંગ રૂમમાં મજેદાર ડાન્સ-ઑફ માટે તેમને પડકાર આપો. સારું સંગીત વગાડો. આખા વર્ષના તણાવને મુક્ત કરવા અને નવા વર્ષમાં ઉત્સાહ સાથે પ્રવેશવાની આ એક સરસ રીત છે.
ફોટો શૂટ
તમારા મનપસંદ કપડાં અને એસેસરીઝ એકત્રિત કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે યાદગાર ફોટોશૂટ માટે તૈયાર થાઓ. પાર્ટીની અનુભૂતિ માટે તમે તમારા ઘરને રંગબેરંગી લાઇટથી સજાવી શકો છો. મીણબત્તીઓ સાથે રૂમને ડેકોરેટ કરી શકો છો અને પછી પોટ્રેટ માટે પોઝ કરી તેમને Instagram પર શેર કરવાનું ભૂલશો નહીં!
ગેમ નાઈટ
મોનોપોલી, ચેરેડ્સ અને કાર્ડ્સ જેવી કેટલીક સારી જૂની ફેશનની રમતો મિત્રો અને પરિવાર સાથે ઘરે રમી શકાય છે. તમે તેમને ઑનલાઇન પણ રમી શકો છો. આ રીતે, નવા વર્ષની રાત્રિને અદભૂત બનાવી શકાય છે.
ફેવરીટ ફૂડ
જો તમે નવું વર્ષ શાંત રીતે ઉજવવા માંગો છો, તો વર્ષના છેલ્લા દિવસે તમારી મનપસંદ વાનગીઓ તૈયાર કરો. તમે એપેટાઇઝર, પીણાં અને મીઠાઈઓથી શરૂઆત કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube