ગાંધીનગરઃ સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સંશોધન મદદનીશ વર્ગ-3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ-3 ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારો 2 જાન્યુઆરી 2024થી ઓજસની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 188 જગ્યા ભરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ-3ની કુલ 188 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારો 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક કે અનુસ્તાનક કરેલો હોવો જોઈએ. વધુ વિગત માટે તમે ઓજસની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. 


પગાર ધોરણ
ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 ને 40,800 રૂપિયા ફિક્સ આપવામાં આવશે. 




લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube