ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા બાદ અમદાવાદના યુવાધનમાં થનગનાટ! C.G રોડ વાહનો માટે બંધ, SG હાઈ-વે પર આ છે પ્રતિબંધ
વર્ષ 2024ને આવકારવા માટે યુવાધનમાં જબરદસ્ત થનગનાટ જોવા મળી રહ્યો છે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સિડની તેમજ મેલબોર્નમાં ફટાકડા ફોડીને કરાઈ નવા વર્ષની ઉજવણી કરાઈ છે. હવે અમદાવાદનો વારો છે. નવા વર્ષને આવકારવા નવ યુવાનોના વર્ષોથી ફેવરિટ એવા સી.જી. રોડ ઉપર વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે SG હાઈવે ઉપર પણ કેટલાક પ્રતિબંધં લાધવામાં આવ્યા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: નવા વર્ષ 2024ને વધાવવા અમદાવાદીઓનો થનગનાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા બાદ વર્ષ 2024ને આવકારવા માટે અમદાવાદમાં યુવાધન સજ્જ છે. નવા વર્ષને આવકારવા નવ યુવાનોના વર્ષોથી ફેવરિટ એવા સી.જી. રોડ ઉપર વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે SG હાઈવે ઉપર પણ કેટલાક પ્રતિબંધં લાધવામાં આવ્યા છે. બીજી બાજુ શહેરમાં નવા વર્ષની ખુશીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ જાહેરનામું બહાર પાડી સાંજે 6 વાગ્યા બાદ અમુક રસ્તાઓને ડાયવર્ઝન આપ્યું છે.
6 વાગ્યા બાદ મોટા વાહનો માટે પ્રવેશબંધી
થર્ટી ફર્સ્ટને લઈ યુવાનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાંકરિયા કાર્નિવલ ચાલતો હોઈ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવનાર હોઈ કાંકરિયા કાર્નિવલ તરફનાં માર્ગોને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન જાહેર કરવામાં આવેલ છે. આ સિવાય અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સીજી રોડથી નવરંગપુરા સ્ટેડિયમ, પંચવટી સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યા બાદ મોટા વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
સીજી રોડ પર વૈકલ્પિક રૂટ
સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેલ તરફ બંને બાજુ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરી શકશે. પરંતું સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ સિવાય મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તેમજ નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ 6 રસ્તા બંને બાજુ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરવાનો રહેશે.
ક્યાં ક્યાં માર્ગ બંધ
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ સાંજે 6 વાગ્યાથી સીજી રોડ પર આવેલ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો માર્ગ વાહનો માટે બંધ રહેશે. તેમજ વાહનોની અવર જવરથી ધમધમતા એસજી હાઈ-વે પર રાત્રે 8 વાગ્યાથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલમાં વાહન પાર્ક નહી કરાય
કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઈ, ખોખરાબ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થી પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા તેમજ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીનાં સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટૂ-વ્હીલરથી ઉપરનાં કોઈ પણ પ્રકારનાં વાહનો પાર્કીંગ કરી શકાશે નહી.