મમ્મી મારો શું વાંક હતો? મને કેમ તરછોડી; તાપીમાં નવજાત બાળકીને મૂકીને માતા ફરાર
તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામમાંથી પસાર થતા હાઇ-વે નંબર 56 નજીકથી આશરે ત્રણથી પાંચ દિવસનું નવજાત બાળક મળી આવતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવતા નવજાતની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
ઝી બ્યુરો/તાપી: ફરી એકવાર એક માની મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાંથી પસાર થતા હાઇ-વેની બાજુમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા પોલીસે અજાણી સ્ત્રી વિરૂદ્ધ ગુનો દાખલ કરી નવજાતને સારવાર હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હી- NCR માં 5.5 ની તિવ્રતના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામમાંથી પસાર થતા હાઇ-વે નંબર 56 નજીકથી આશરે ત્રણથી પાંચ દિવસનું નવજાત બાળક મળી આવતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવતા નવજાતની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા ડોલવણ પોલીસ ને જાણ કરવામાં આવતાં રેકડી માંથી મળેલા નવજાત ને સારવાર હેઠળ ખસેડી આજુબાજુ ગામો ના આગેવાનો નો સંપર્ક કરી નિષ્ઠુર જનેતા ને શોધવા ની કાર્યવાહી હાથ ધરી છે.
મોટો ખુલાસો : આતંકીઓના નિશાન પર હતા ગુજરાતના ચાર શહેરો, બ્લાસ્ટ માટે રેકી પણ કરી હતી
તાપી જિલ્લા માં નિષ્ઠુર માતા એ નવજાત ને ત્યજી દેતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે હાલ તો બાળકની તબિયત સારી છે અને સારવાર હેઠળ છે. ત્યારે જનેતા એ નવજાતને કેમ તરછોડી દીધું એ સવાલ ઉઠવા પામ્યા છે અને તાપી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી નિષ્ઠુર જનેતાનું પગેરું શોધવાની કવાયત તેજ કરી છે.
હવે તો હદ કરી! ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું; વલસાડની આ કોલેજમાં બી.કોમનું પેપર લીક