નચિકેત મહેતા/ખેડા: બાળકોને તરછોડવાના બનાવો બેફામ વધી રહ્યા છે. તેમાં તાજા જન્મેલા બાળક-બાળકીઓને ત્યજવાની ઘટનાઓ એકપછી એક બની રહી છે. નડિયાદ કોર્ટની બહાર રુવાડા ઊભા કરી દે તેવા કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા તાજુ જન્મેલ બાળકને નડિયાદ સેશન્સ કોર્ટની બહાર સાઈડમાં ત્યજી દેતાં આ બાળક મળી આવ્યું છે. બાળક મળવાની ઘટના બાદ આ કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નડિયાદ કોર્ટની બહાર નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડિયાદ સેશન્સ કોર્ટની બહાર સાઈડમાંથી ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવ્યું હતું. ગેટની બહાર આવેલ ખાડામાંથી નવજાત ત્યજી દીધેલ શિશુ મળતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટ્યા હતા. આ ઘટના બાદ નડિયાદ ડિસ્ટ્રિક કોર્ટના મહિલા જજે મનાવતા દાખવી હતી.


નડિયાદ ડીસ્ટ્રિક કોર્ટ કમ્પાઉન્ડની બહાર નીકળતી વખતે નડિયાદ ડિસ્ટ્રિક કોર્ટના મહિલા જજ સાહેબ એ જોતા તે પણ ઊભા રહી બાળક પાસે પહોંચ્યા હતા. નડિયાદ કોર્ટના મહિલા જર્જ સાહેબ ચિત્રા રતનું એ આ નવજાત બાળકને લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક મહિલા જજ પોતે આ બાળકને પોતાની કારમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા તે જોઈને બધાને આશ્ચર્ય થયું હતું.


મહિલા જજ સાહેબની માનવતાથી એક ત્યજી દીધેલ નવજાત બાળકનો આબાદ બચાવ થયો હતો. એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ આ મહિલા જજ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. ત્યાં ઉભેલા લોકોના ટોળા માત્ર આ નવજાત બાળકને જોવા માટે ઉમટ્યા હતા અને મોબાઇલમાં વીડિયો ઉતરતા હતા, પરંતુ આ મહિલા જજ સાહેબ એ તુરંત તેમની જ કારમાં બાળકને લઈ પહેલા હોસ્પિટલ પહોંચી જઈ બાળકને નવજીવન મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube