રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે પ્રમુખ પદ માટે ભુપત બોદર, ઉપ પ્રમુખ પદ માટે સવિતાબેન વાસાણી અને કારોબારી ચેરમેન પદ માટે સહદેવસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ પદના ઉમેદવાર ભુપત બોદર 29 કરોડના આસામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: અમદાવાદનો વિચિત્ર ચોર, માત્ર ગેસનાં બાટલા જ ચોરી કરતો હિસ્ટ્રી શીટર ઝડપાયો


રાજકોટ જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠકો પર વિજય વાવટો ફરકાવીને ભાજપે બહુમતી હાંસલ કરી લીધી છે. આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી થવાની છે તે પૂર્વે નવા સુકાનીઓના નામો નક્કી કરવા શનિવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ વચ્ચે પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી હતી. ભુપત બોદર 29 કરોડના આસામી છે.રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓએ આજે આજે 12:39 વાગ્યે વિજય મુહૂર્ત માં પોતાનું ફોર્મ ભરી જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યુ હતું. 


SURAT: ક્યાંક ભુવામાં ઉતરીને તો ક્યાંક ભુવા આસપાસ રંગોળી બનાવીને વિરોધ


રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદ માટે આવતીકાલે બુધવારે ચૂંટણી યોજવામાં આવશે. ભુપત બોદર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે. સંસદીય બોર્ડ સમક્ષ ભાજપના બે જુથ આમને સામને હતા. સંસદીય બોર્ડ સમક્ષ પ્રમુખપદ માટે ત્રંબાથી ચુંટાયેલા ભુપત બોદર તથા જેતપુરના થાણાગલોલથી ચૂંટાયેલા પી.જી.ક્યાડાના નામ રજુ થયા હતા. બન્નેના નામ પર ભારે ખેંચતાણ હતી. એક જુથ ભુપત બોદરની ખુલ્લેઆમ તરફેણમાં હતું. જ્યારે બીજુ જુથ તેની વિરુદ્ધ જઇને ક્યાડાની તરફેણમાં હતું. ત્યારે મીડિયા સાથે ની વાતચીતમાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા અને જિલ્લા પંચાયતના ભાવિ  પ્રમુખ  ભુપત બોદરે આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કરવાની વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube