અમદાવાદઃ સરકાર વિકાસના કામ તો અનેક કરે છે પરંતુ આયોજન વગર અને ભ્રષ્ટાચારને કારણે વિકાસનું કામ ટકી શકતું નથી...થોડા સમયમાં જ સુવિધા માટે બનેલું કામ દુવિધાનું બની જાય છે. ગુજરાતમાં ખખડી ગયેલા રોડ રસ્તાની સમસ્યા લાંબા સમયથી છે...આ ખખડેલા રોડનું રિપેરિંગ કરાવવામાં સરકારી તંત્રને કોઈ રસ હોય તેમ લાગતું નથી...આવું જ કંઈક સોમનાથ ભાવનગર હાઈવે પર જોવા મળી રહ્યું છે...કેવો છે અહીં ખખડેલો રોડ?...જુઓ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યનું મહત્વપૂર્ણ કહેવામાં આવતો સોમનાથ-ભાવનગર હાઈવે છે...હાઈવે પર કેશરિયા ગામ નજીક બનેલો બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે...વાહનચાલકોની કમરતોડી રહ્યો છે...રોડનું કામ તંત્રએ એટલું જર્જરિત કર્યું છે કે ડામર ઉખડી ગયો છે...વાહનો પસાર થાય ત્યારે આ ડામર ઉછળે છે અને રાહદારીઓને તેનાથી ઈજા પણ થાય છે...


આ પણ વાંચોઃ માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા


સૌથી મોટી વાત એ છે કે આ બ્રિજનું કામ 3થી 4 વર્ષ પહેલા જ થયું હતું...હવે આટલા સમયમાં જ બ્રિજ આવી સ્થિતિમાં આવી જાય તેના પરથી જ સમજી શકાય છે કે અધિકારીઓએ આમાં કેટલી કમાણી કરી હશે?...કાળી કમાણી વગર આ બ્રિજની આવી દશા ન થાય...નેશનલ હાઈવે ઓથોરિટીએ નિર્માણ કરેલો આ રોડ અને બ્રિજ સાવ ખરાબ સ્થિતિમાં છે. અનેક રજૂઆતો પણ સ્થાનિકોએ કરી છે. પરંતુ અધિકારીઓ કંઈજ સાંભળતા નથી...


આ રોડ પરથી જ દીવ જઈ શકાય છે પરંતુ તંત્રએ દીવા જવાનું એક પણ બોર્ડ અહીં લગાવ્યું નથી...હવે આ રોડ પર જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?...હાલ નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવેનું સમારકામ શરૂ કર્યું છે પરંતુ આ સમારકામ કેવું થાય છે તે જોવાનું રહેશે...તુટેલા ફુટેલા આ રોડ મામલે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો....ત્યારે ભ્રષ્ટાચારનો આ રોડ અને બ્રિજનું સારુ અને ટકાઉ કામ ક્યારે થાય છે તે જોવું રહ્યું.