મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર, સતત કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો, હવે હોસ્પિટલોમાં ખાલી છે બેડ
કોરોનાની બીજી લહેરમાં ભારતમાં સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. ગુજરાતમાં પણ કાળમુખા કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોને આ જીવલેણ વાયરસ ભરખી ગયો. જોકે, રાજ્યના મહેસાણા જિલ્લા માટે એક રાહતના સમાચાર કહી શકાય કે છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
ઝી બ્યૂરો, મહેસાણાઃ કોરોનાની બીજી લહેરમાં ભારતમાં સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ હતી. ગુજરાતમાં પણ કાળમુખા કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. અનેક લોકોને આ જીવલેણ વાયરસ ભરખી ગયો. જોકે, રાજ્યના મહેસાણા જિલ્લા માટે એક રાહતના સમાચાર કહી શકાય કે છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
એક સમય હતો જ્યારે કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો રીતસર ઉભરાઈ રહી હતી. શહેરો બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થિતિ વણસી હતી. મહેસાણામાં પણ કોરોના બેકાબુ બન્યો હતો. જોકે, હવે સ્થિતિ ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહી છે. રાજ્યના મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલે બુધવારે મહેસાણા જિલ્લામાં અગાઉ લીધેલાં કોરોનાના 514 સેમ્પલ નું રિજલ્ટ આવ્યું જેમાં 473 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. અને માત્ર 41 સેમ્પલ પોઝીટીવ આવ્યા હતા. તેમજ અન્ય લેબ માં 42 પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે આજે જિલ્લા માં નવા 570 સેમ્પલ લવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટયો છે તેમજ સજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં બેડ પણ હવે ખાલી થઈ રહ્યાં છે.
મહેસાણા જિલ્લાના વડનગરની વાત કરવામાં આવે તો હાલની સ્થિતિએ વડનગરમાં પણ કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. વડનગર સિવિલમાં 20 દિવસ બાદ દર્દીઓનો ધસારો ઓછો થતાં હવે બેડ ખાલી થઈ રહ્યા છે. 200 બેડ પૈકી હાલ 100 દર્દી રહેતાં 50 ટકા બેડ ખાલી છે. હાલ રોજ 3 થી 4 દર્દી આવી રહ્યા છે. હાલ 17 દર્દી બાયપેપ પર છે. બે દિવસમાં 20 દર્દી સાજા થતાં રજા અપાઈ હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.મુકેશ દિનકરે જણાવ્યું હતું.
વડનગર સિવિલમાં 20 દિવસ અગાઉ વેઇટિંગના કારણે બેડ મળવો મુશ્કેલ હતો. હોસ્પિટલ આગળ 108ની લાઈનો રહેતી હતી. હવે કોરોનાના કેસ ઘટતાં માંડ 3 થી 4 દર્દી સારવાર માટે આવી રહ્યા છે. અગાઉ 200 દર્દીઓથી બેડ ફૂલ હતા, હાલમાં 50 ટકા એટલે કે 100 બેડ ખાલી છે.દિવસના 7 થી 8 મોત થતાં હતાં, તે ઘટી હાલ એકાદ બે દર્દીના મોત થાય છે. જે એક મોટી રાહતના સમાચાર કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube