ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોર કમિટી ની મિટિંગ મળી હતી. કોર કમિટીએ નિર્ણય લીધો તેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દો પરથી 24 કલાકમાં રાજીનામુ આપે તેવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપી શકે છે. જો અલ્પેશ ઠાકોર પાર્ટીમાંથી રાજીનામું આપે તો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે. મહત્વનું છે, કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. અનેકવાર પક્ષમાંથી નારાજ થયેલા અલ્પેશ કોંગ્રેસમાં રાજીનામું પણ આપી શકે છે.


56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને ખબર પડતી નથી: અર્જુન મોઢવાડીયા



મહત્વનું છે, કે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી શકે છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ છોડે તો, બનાસકાંઠા બેઠક અને પાટણ બેઠક સહિત ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટુ નુકશાન થઇ શકે છે. અલ્પેશ ઠાકોર મીડિયા સમક્ષ આવીને રાજીનામું આપવાની જાહેરાત પણ કરી શકે છે.