ગુજરાતમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે 7 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગામી 3 કલાકમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ અને અમરેલીમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 kmph કરતાં ઓછી રહેવાની સંભાવના છે.
રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી મુજબ, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર બુધવારથી જ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બુધવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો આજથી 30 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી