અમદાવાદ: સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યમાં મેઘ મહેર: જામનગરમાં 7 ઇંચ વરસાદ, તો સુરતની કિમ નદીઓ બે કાંઠે


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને ડાગ સહિત સુરત, તાપી અને ભરૂચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને કારણે NDRF સહિત તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન કુલ 88 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇ અને આહવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ જુનાગઢના મેંદરડા અને કેશોદમાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક


જ્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જો કે, આજે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક યોજાવવાની છે. જેમાં રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિ, કૃષિ વાવેતરની સ્થિતિ અને વરસાદી પાણીનો સંગ્રહ માટે જળ સંચય યોજના સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...