રાજ્યમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત? જાણો શું કહ્યું હવામાન વિભાગે
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અંગ દઝાડે તેવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે, પવનની દિશા બદલાતા તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે સમુદ્રી પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં હજુ 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે
ઝી મીડિયા બ્યૂરો: ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અંગ દઝાડે તેવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે, પવનની દિશા બદલાતા તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે સમુદ્રી પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં હજુ 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીમાંથી આશંકિ રાહત મળી શકે છે.
રાજ્યભરમાં હોળી-ધુળેટી પહેલા જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હિટવેવની અસર જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની મોટી અસર વર્તાઈ રહી હતી. જો કે, ઠંડા પવનોની અસરથી હિટવેવનું પ્રમાણ ઘટતાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
GMERS કોલેજોમાં તબીબી અધ્યાપકોની જગ્યા ભરવા બનાવાયેલો લિયનનો નિર્ણય બન્યો ચર્ચાનો વિષય
તો બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસો દરમિયાન રાજ્યમાં સૂકા-ગરમ પવનોને કારણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. નોંધનીય છે કે, ઉનાળાની શરૂઆતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ગરમીની આગાહીને પગલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
વિરાટ અને શાસ્ત્રી બાદ રોહિત શર્મા આ ખેલાડીનો દુશ્મન? 27 વર્ષની ઉંમરે આવ્યો કરિયરનો અંત!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube