અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ પૂરની સ્થિતિ કરી મૂકી છે અને સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે, ત્યારે ફરીથી દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022)ના રોજ રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વોર્નિંગ અપાઈ નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube