• ડ્રગ્સમાંથી આવેલા રૂપિયાના કારણે કરોડો રૂપિયાની ફિલ્મો તૈયાર થવાનો દાવો પણ સીડી જાડેજાએ કર્યો

  • સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું ઉદઘાટન કરાશે 


હિતલ પારેખ/ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (Centre of Excellence for Research and Analysis of NDPS ) નું આગામી તા 12 મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ ઉદ્ધાટન કરશે. ત્યારે NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શન વિશે મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સમાંથી આવેલા રૂપિયાના કારણે કરોડો રૂપિયાની ફિલ્મો બને છે 
બૉલિવુડમાં ડ્રગ્સના ઉપયોગને લઈ NFSU ના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડ્રગનો ઉપયોગ થાય છે. બોલિવુડમાં સૌથી વધુ ડ્રગ્સનો ઉપયોગ થાય છે. ડ્રગ્સમાંથી આવેલા રૂપિયાના કારણે કરોડો રૂપિયાની ફિલ્મો તૈયાર થવાનો દાવો પણ સીડી જાડેજાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં સુશાંત અપમૃત્યુ કેસ અને પકડાયેલા ડ્રગ્સ પાર્ટીના કનેક્શન સંદર્ભે તેમણે વાત કરી હતી. જેમાં સેલિબ્રિટીઓના મોબાઈલનું ટ્રેસિંગ ગાંધીનગરની લેબોરેટરીને સોંપવામાં આવ્યું છે. 


ભારતભરમાંથી પ્રાપ્ત માદકદ્રવ્યો પણ અહીં રિસર્ચ માટે લવાશે 
ઉલ્લેખનીય છે કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના Centre of Excellence for Research and Analysis of NDPS ખાતે માદક અને તેને આનુસાંગિક દ્રવ્યોની ઓળખ અને તે અંગેનું સંશોધન કાર્ય કરવામાં આવશે. આ સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે માદકદ્રવ્યોની ઓળખ માટે અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના યંત્રો રાખવામાં આવેલ છે. જેને પરિણામે ડ્રગ્સની ઓળખ ઉપરાંત વિશ્વના કયા દેશની ડ્રગ છે જેની ભારતમાં ઘૂસણખોરી થાય છે તે અંગેની જાણકારી પણ ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત, ભારતભરમાંથી પ્રાપ્ત માદકદ્રવ્યો પણ અહીં લવાશે. જેનું પૃથક્કરણ કર્યા બાદ તેના નિશ્ચિત ઉદ્ભભવસ્થાન અંગે જાણી શકાશે અને તેનું પ્રોફાઈલિંગ પણ થશે.