મૌલિક ધામેચા/નીતિન ગોહેલ/ગુજરાત : ગુજરાત રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને મોટાભાગના શહેરોમાં પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કરી દેવાયું છે. રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વને લઇ વાઇલ્ડ લાઇફ કેર તરફથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું. મકરસંક્રાંતિના આ કરુણા અભિયાનનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ અન્ય શહેરોમાં પણ પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. મહત્વનું એ છે કે, મકરસંક્રાંતિ દરમ્યાન અનેક પશુ-પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે અને જીવ ગુમાવતા હોય છે, જેને પગલે ગુજરાતમાં સેવાભાવી સંસ્થાઓ બહાર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કરુણા અભિયાન
કરુણા અભિયાન અમદાવાદમાં 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ અભિયાન 20 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ચાલશે. વહેલી સવારથી મોડી સાંજ સુધી પતંગની દોરી કે ઘવાયેલા પશુ-પક્ષીઓને બચાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવશે. આ માટે અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર 557 જેટલા સારવાર કેન્દ્ર અને 6474 સ્વયંસેવકો પણ આ સેવામાં જોડાશે. વૃક્ષ પરથી પતંગના દોરા કાઢવા માટે 940 જેટલી ટીમો બનાવાઇ છે અને વાઇલ્ડ તરફથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 1054 ટીમો બનાવાઈ છે. આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. હાલમાં 396 બિન સરકારી સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ છે. 


ભાવનગર
ભાવનગરમાં અબોલ પક્ષીઓને બચાવવા માટે જીવરક્ષક દળના બેનર તળે 2014થી શહેરના ગંગાજળીયા તળાવ પાછળ આવેલી એનિમલ હોસ્પિટલ દ્વારા ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક ઘાયલ પશુ અને પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. આ એનિમલ હોસ્પિટલ દ્વારા બે મોબાઇલ એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરાઈ છે. ભાવનગર શહેરના કોઇપણ ખૂણેથી માંદા પશુ કે પક્ષીની સારવારનો હેલ્પલાઇન નં.9157109109 પર કોલ આવતા તત્કાલ કાબેલ તબીબોની ટીમ સાથેની આ એમ્બ્યુલન્સ સ્થળ પર જઇ સારવાર અપાય છે. 


અરવલ્લીમાં પક્ષીઓની સારવાર માટેના નંબર
અરવલ્લી જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે જિલ્લાના 7 સ્થળોએ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કન્ટ્રોલ રૂમ. વન વિભાગ અને કરુણા ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા  છે. 


  • કરુણા હેલ્પ લાઇન નંબર 1962

  • જિલ્લા કન્ટ્રોલ રૂમ 02774 240251 અને 246693

  • મોડાસા      02774 246693

  • બાયડ       02779 222068

  • માલપુર      02773 223284

  • મેઘરજ      02773 244272

  • ધનસુરા      02774 273726

  • ભિલોડા     02771 234334

  • શામળાજી  02771 240138