હિતલ પારેખ/ ગાંધીનગરઃ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે. હવે આ શહેરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11 થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નિકળી શકશે નહીં.


આ પણ વાંચો:- CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ


ગણેશ મહોત્સવને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન
રાજ્યમાં તહેવારો આવી રહ્યાં છે. રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી હતી. રાજ્યરભમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.


આ પણ વાંચો:- કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટ્યો, ગુજરાતના મુખ્યમંત્રી અંગે કરી આ ભૂલ


ગણેશ મહોત્સવની ગાઇડલાઇન
રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. તે પ્રમાણે જાહેર ગણેશ ઉત્સવમાં 4 ફૂટ અને ઘરમાં બે ફૂટી ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં કહેવામાં આવ્યું છે. તો ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે. તો ઘરમાં સ્થાનપ કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube