અમદાવાદ : કોરોનાની વિસ્ફોટક સ્થિતીના પગલે 23 નવેમ્બરથી લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફ્યૂને લંબાવતા લંબાવતા સરકાર દ્વારા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી સુધી લંબાવાયો હતો. વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને આ કર્ફ્યૂ સતત લંબાવવામાં આવી રહ્યો હતો. જો કે હવે કોરોનાના કેસ ખુબ જ કાબુમાં આવી ગયા હોવાથી કર્ફ્યૂ હટાવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ આજે હાઇલેવલ કમિટી દ્વારા કર્ફ્યૂને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો એટલે કે આ મહિનાના અંત સુધી રાત્રી કર્ફ્યૂ લંબાવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Unique Kankotri: દીકરાના લગ્નની કંકોત્રીમાં પિતાએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું


ગુજરાતનાં 4 મહાનગરોમાં દિવાળી અને દિવાળીની ખરીદી અને ઉજવણી બાદ બેકાબુ થયેલા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લાગુ કરવામાં આવ્યો હતો. જે ફેબ્રુઆરીના અંત સુધી યથાવત્ત રહેશે. આ અંગે હાઇકોર્ટમાં પણ અરજી થઇ હતી. વિવિધ વેપારીઓ દ્વારા રાત્રી કર્ફ્યૂ હટાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. જેના જવાબમાં હાઇકોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે, કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂ ખુબ જ જરૂરી છે. જેના પગલે રાત્રી કર્ફ્યૂ હટાવવો ન જોઇએ. સરકારનાં જવાબને ધ્યાને રાખીને કોર્ટ દ્વારા રાત્રી કર્ફ્યૂ અંગેની અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. 


Gujarat Elections 2021 માં ટિકિટની પહેંચાણી મુદ્દે Congress માં કકળાટ યથાવત


જો કે હવે જ્યારે કેસ કાબુમાં આવ્યા બાદ સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી તેવું લાગી રહ્યું હતું. કારણ કે સરકાર દ્વારા બે વખત રાત્રી કર્ફ્યૂમાં એક એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે રાત્રે 9 વાગ્યાથી શરૂ થતો હતો તે કર્ફ્યૂના સમયમાં બે વખત ઘટાડો કરીને સરકારે 11 વાગ્યા સુધીનો કરી દીધો હતો. જેના પગલે હવે સરકાર રાહત આપે તેવું નિષ્ણાંતો માની રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાત્રી કર્ફ્યૂં યથાવત્ત 28 ફેબ્રુઆરી સુધી રાખવાનો નિર્ણય લીધો છે. જો કે સમયમાં ચોક્કસ ઘટાડો કરી દીધો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. 28 ફેબ્રુઆરી બાદ સરકાર દ્વારા આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube