નિખિલ ગેંગ: વેપારીને જેલમાંથી બોલાવીને 1 કરોડ વસુલ્યા, હથિયારો, મકાન ખાલી કરાવ્યું, સમર્થકોનું દબાણ
ગોંડલ સબજેલમાં રહીને સંગઠિત ક્રાઇમ કરી સામ્રાજ્ય સ્થાપનારા નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયાના 10 દિવસમાં નિખિલ દોંગા અને તેની ગેંગ સામે પોલીસે વધારે 6 ગુના દાખલ કરી ગેંગની સામે ગુના નોંધ્યા છે અને હજુ પણ અનેક ગુના નોંધાય તેવી શક્યતા છે.
રાજકોટ : ગોંડલ સબજેલમાં રહીને સંગઠિત ક્રાઇમ કરી સામ્રાજ્ય સ્થાપનારા નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયાના 10 દિવસમાં નિખિલ દોંગા અને તેની ગેંગ સામે પોલીસે વધારે 6 ગુના દાખલ કરી ગેંગની સામે ગુના નોંધ્યા છે અને હજુ પણ અનેક ગુના નોંધાય તેવી શક્યતા છે.
ગોંડલ સબજેલમાં રહેલા નિખિલ દોંગાએ જેલમાં રહીને પોતાના સાગરીતો સાથે મળી સિલસિલાબદ્ધ ગુના આચર્યા હતા. જેલમાં હોવા છતા નિખિલ અને તેની ગેંગ લોકો પર ત્રાસ ગુજરતા હતી. આ ગેંગની સામે ફરિયાદ કરતા પણ લોકો ડરતા હતા. જો કે રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘ અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ નિખિલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગા અને તેની ગેંગના અન્ય 11 શખ્સ સામે ગુજસીટોક સામે ગુનો નોંધી ગેંગના સભ્યોને રિમાન્ડ પર લીધા હતા. ગુજસીટોક હેઠળ નિખિલ દોંગા સહિતનાઓ સામે ગુનો નોંધ્યા બાદ જિલ્લા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. નિખિલની ગેંગે આચરેલા ગુનાઓના ભેદ ઉકેલી એક પછી એખ ગુના નોંધી આ ગેંગની કમ્મર તોડી નાખી હતી.
ગત્ત 13ના ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ માત્ર 10 દિવસમાં નિખિલ સહિતનાઓ સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વધારે છ ગુના નોંધાવામાં આવ્યા છે. નિખિલ અને તેના સાગરીતો દ્વારા ચલાવાતા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફીસમાં પોલીસે દરોડો પાડી બે તલવાર, ધોકા અને પાઇપ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. તેમજ નિખિલના સાગરીતને ત્યાં પોલીસ સર્ચ કરી પિસ્તોલ, એક રિવોલ્વર અને 17 કારતુસ કારતુસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત નિખિલના સાગરીતના કબ્જામાંથી રદ્દ થયેલી 500 અને 1000ના દરની નોટનો જથ્થો મળી આવ્યા તે અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube