Gujarat Chutani Parinam 2022: મત ગણતરી શરૂ થતાની સાથે જ શરૂઆતથી જ ભાજપની તરફેણમાં ટ્રેન્ડ જણાઈ રહ્યાં છે. ભાજપ જંગી બહુમતી મેળવું હોય તેવું ચિત્ર હાલ ઉપસી આવ્યું છે. ત્યારે નિકોલ વિધાનસભા બેઠક પર પણ ભાજપના જગદિશ વિશ્વકર્મા 25 હજાર મતોની જંગી જીત તરફ આગળ છે.નિકોલ વિધાનસભા બેઠકના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો આ બેઠક પર પટેલ-ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે. છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે. મુસ્લિમ મતોની કોંગ્રેસ પ્રત્યે અને ઓબીસી મતોની ભાજપ પ્રત્યેની નારાજગી રાજકીય સમીકરણો બગાડી શકે છે. આ વિસ્તારમાં ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે. બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિકોલ વિધાનસભાનું પરિણામઃ
નિકોલ વિધાનસભા બેઠક પર ભાજપના સીટીંગ એમએલએ અને સરકારમાં મંત્રી જગદિશ વિશ્વકર્માની જંગી લીડથી જીત થઈ છે. આ સાથે જ નિકોલે ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાવીને ગઢ જાળવી રાખ્યો છે.


નિકોલ અને ઠક્કરબાપાનગરમાં ઉત્તર ભારતીય મતદારોનું વર્ચસ્વ વધુ રહ્યું છે. નિકોલ બેઠક પર પટેલોના મતનુ પ્રમાણ 16.7 ટકા, ક્ષત્રિય મતો 10.3 ટકા, મુસ્લિમ મતો 17.7 ટકા, ઓબીસી મત 8.3 ટકા, દલિત 3.9 ટકા અને પરપ્રાંતિયોના મત 9.8 ટકા પ્રભુત્વ ધરાવે છે. આમ એકંદરે કહીએ તો આ બેઠક પર પાટિદારોનો પ્રભાવ વધુ છે. પાટીદાર અને મુસ્લિમના મત ભાજપને નહીં મળવાની શક્યતા આ બેઠક પર વધુ જોવા મળે છે, તે છતાં પણ છેલ્લા બે ટર્મથી અહીં ભાજપનો જ વિજય થાય છે.


નિકોલ વિધાનસભા બેઠકઃ
અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી અહીં ત્રિ-પાંખિયો જંગ ખેલાવવાનો છે. જેને કારણે અહીંની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. નિકોલ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો એક ભાગ છે. વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવા જનહિતમાં માગણી કરી છે. જોકે નવું સીમાંકન 2026 બાદજ થવાનું હોઈ 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બંને વિસ્તારો દૂર થાય તે શક્યતાઓ ઓછી છે. નિકોલ વિધાનસભા બેઠક પર કુલ 2,53,552 મતદારો છે. અહીં કુલ પુરુષ મતદારો 1,36,376, સ્ત્રી મતદારોની સંખ્યા 1, 17, 168 અને અન્ય 8 મતદારો છે.


2022ની ચૂંટણીઃ
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ હોવાથી આ ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. એક તરફ સતત ત્રીજી વાર ભાજપે આ વખતે નિકોલ બેઠક પર જગદિશ વિશ્વકર્માને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે. જગદિશ વિશ્વકર્મા વર્તમાન સરકારમાં મંત્રી છે અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પદ પર છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર રણજિત બારોટને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ નિકોલમાં અશોક ગજેરાની ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે.


2017ની ચૂંટણીઃ
નિકોલ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભાજપના જગદિશ વિશ્વકર્માની જીત થઈ હતી. તે વખતે પાટિદાર આંદોલનની ભારે અસર હોવા છતાં અહીં ભાજપ જીત્યું હતું. તે સમયે જગદિશ પંચાલ (વિશ્વકર્મા) એ કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલને 24,880 હરાવ્યાં હતાં. વર્ષ 2017ની ચૂંટણીમાં જગદિશ પંચાલને કુલ 87,764 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 62,884 મત મળ્યા હતાં. નિકોલ બેઠક પર કુલ મતદાનની ટકાવારી 67.20 % હતી.


2012ની ચૂંટણીઃ
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પ્રકારે મોદી લહેર હતી. જેને કારણે ભાજપને ઘણી સીટો પર સારો એવો લાભ થયો હતો. જે પૈકીની એક સીટ એટલે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક. 2012માં ભાજપે આ બેઠક પર નવા ઉમેદવાર તરીકે પહેલીવાર જગદિશ પંચાલને ટિકિટ આપી હતી. જગદિશ પંચાલે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ ચૌધરીને 48,712 મતોથી હરાવ્યાં હતા. આ ચૂંટણીમાં જગદિશ પંચાલને કુલ 88,286 જ્યારે કોંગ્રેસના નરસિંહ ચૌધરીને કુલ 39,574 મત મળ્યાં હતાં. કુલ મતદાનની ટકવારી 70.20 ટકા હતી.