Lok Sabha Election 2024: સુરત કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા પછી તે સતત શંકાના ઘેરામાં છે. કોંગ્રેસ પક્ષ પણ તેઓ ગદ્દાર હોવાના આક્ષેપ લગાવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે છેલ્લા ત્રણ દિવસથી નિલેષ કુંભાણી ગાયબ છે. નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. સુરતમાં નીલેશ કુંભાણીનો વિરોધ યથાવત છે. AAP નેતા દિનેશ કાછડિયાએ નીલેશ કુંભાણી સામે અનોખો વિરોધ કર્યો હતો. દિનેશ કાછડિયાએ 25 ફૂટનું બેનર હીરા બાગ સર્કલ ખાતે લગાવ્યું હતું. જેમાં નીલેશ કુંભાણીને લોકશાહીનો હત્યારો અને ગદ્દાર હોવાના સ્લોગન લખવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો


પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવા અપીલ કરવામાં આવી છે. 


જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'


ઉમેદવારી ફોર્મ રદ થયા પછી નીલેશ કુંભાણી ગુમ છે. જો કે ZEE 24 કલાકની ટીમ નિલેષ કુંભાણીના ઘરે પહોંચી હતી અને નિલેશ કુંભાણી વિશે જાણકાવી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે નિલેશના પત્ની ઘરે હાજર હતા. નીલેશના પત્ની મીડિયાના સવાલ જવાબ દરમિયાન ભાંગી પડ્યા હતા અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા. પત્નીએ કુંભાણી ક્યા છે તેની જાણકારી ન હોવાનો પણ દાવો કર્યો હતો. નીલેશ કુંભાણીને સમય આપવા તેમની પત્નીએ અપીલ કરી હતી.


ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, CR પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન


ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠક પર ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે ગત રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.


અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..