ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
રવિ અગ્રવાલ, વડોદરા: દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી. નિર્મલા સીતારામને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતનો વિભિન્ન અંગ હોવાનું કહી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
વધુમાં વાંચો: લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાનું કૌભાંડ, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને ભાજપના સ્થાપના દિને વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ માટે પ્રચાર કર્યો સાથે જ રંજનબેનને ફરી વખત જીતાડવા અપીલ કરી હતી. સંરક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી દેશની સુરક્ષાને લઈ વાત કરી હતી. નિર્મલા સીતારામને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે પાચ વર્ષમાં વડોદરાને ઘણું બધુ આપ્યું છે. જેમાં તેમને કહ્યું કે રેલવે માટે દેશની પહેલી યુનિવર્સીટી વડોદરાને આપવામાં આવી છે, બૂલેટ ટ્રેન માટે ટ્રેનિગ સેન્ટર વડોદરામાં શરૂ કરાયું છે.
વધુમાં વાંચો: સૌરાષ્ટ્રમાં લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીમાં પાટીદારનો દબદબો
પુલવામા હુમલા મામલે નિર્મલા સીતારામને કહ્યું કે હુમલા બાદ આઈબીનો રિપોર્ટ હતો કે હજી ઘણા હુમલા થઈ શકે છે. જેથી એરફોર્સે પાકિસ્તાનમાં જઈ બાલાકોટમાં આતંકી અડ્ડાઓનો નષ્ટ કર્યો. જે આતંકી અડ્ડાઓને નષ્ટ કરવાની જવાબદારી પાકિસ્તાનની હતી તેને ભારતને નષ્ટ કરવા પડયા હતા. સાથે જ નિર્મલા સીતારામને અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાડ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગસ્ટા વેસ્ટલેન્ડની તપાસ કોંગ્રેસ સરકારમાં શરૂ થઈ હતી. તેમજ ઈડીની ચાર્જશીટમાં અહેમદ પટેલનું નામ સામે આવતા કહ્યું કે અહેમદ પટેલ સામે કાયદાકીય રીતે તપાસ થશે.
વધુમાં વાંચો: પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોય આવી પહોંચ્યા વડોદરા
તેમજ રાહુલ ગાંધીએ કોંગ્રેસની સરકાર બનશે તો રાફેલની તપાસ કરાવી ચોકીદારને જેલ મોકલાશે નિવેદન આપ્યું હતુ તે મામલે પણ તેમને કહ્યું કે રાહુલ ગાંધીની સરકાર કયારેય નથી બનવાની. રાહુલ ગાંધીને ભવિષ્યમાં અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાડમાં સાક્ષી તરીકે કોર્ટમાં હાજરી આપવી પડી શકે છે. તેમજ રાફેલમાં કૌભાંડ જ નથી થયુ તો રાહુલ શેની તપાસ કરાવશે. નિર્મલા સીતારામને કહ્યું કે પીઓકે ભારતનો વિભિન્ન અંગ છે. નસરુદ્દીન શાહ સહિત 600 ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી જોળાયેલા લોકોએ ભાજપને મત ન આપવા અપીલ કરી છે જે મામલે નિર્મલા સીતારામને વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ તમામ લોકો કોગ્રેસની ભજન મંડળી છે.