Mukesh Ambani's favorite snack: બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાની સાદગી માટે જાણીતા છે. એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં સામેલ હોવા છતાં તેમની જીવનશૈલી અને ખોરાક એકદમ દેશી અને સાદું છે. મુકેશ અંબાણી ગુજરાતી છે અને તેમને ગુજરાતી ફૂડ ખૂબ જ પસંદ છે. થોડા સમય પહેલા મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી વારાણસી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વારાણસીની ફેમસ ચાટની મજા માણી હતી. એટલું જ નહીં, તેમણે ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને વાતચીતમાં તેમણે પોતાના પતિ મુકેશ અંબાણી અને પરિવારના અન્ય સભ્યોના મનપસંદ નાસ્તાનો પણ ખુલાસો કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતા અંબાણીએ કહ્યું હતું કે મારા પતિ પોતાના ખોરાક બાબતે ખૂબ જ સભાન છે. મુકેશ અંબાણી ઘરમાં બનાવેલો હેલ્ધી ફૂડ ખાય છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારનું જમે છે. નીતાએ જણાવ્યું કે મુકેશ અંબાણીને ચોખાના લોટમાંથી બનેલો ગુજરાતી નાસ્તો પનકી ખુબ જ પસંદ છે પનકીમાં મેથીના પાન અને હળદર પણ નાંખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ગુજરાતી નાસ્તો કેળાના પાંદડામાં બનાવવામાં આવે છે જેના કારણે તેમાં એક પ્રકારની કુદરતી સુગંધ આવે છે. પનકીને ચટણી અને અથાણાં સાથે પીરસવામાં આવે છે.


કેમ હેલ્થી છે પનકી
કેળાના પાંદડાની સાથે બનાવવાના કારણે પનકીમાં પાંદડામાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ પણ આ ગુજરાતી ડિશમાં ભળી જાય છે. પનકીમાં ચોખાનો લોટ હોવાના કારણે કાર્બ્સનો સમાવેશ થાય છે. સાથે તેમાં મેથી અને બાકી મસાલાના કારણે તેમાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. કારણ કે તે ઓછા ઘી અને તેલ સાથે બનાવવામાં આવે છે, એટલા માટે આ લો ફેટ ગુજરાતી નાસ્તો છે.


ગ્લુટેન ફ્રી હોય છે પનકી
જે લોકોને ગ્લુટેનની સમસ્યા હોય છે, તેમણે પનકી ખાવાથી ડરવાની જરૂર નથી કારણ કે તે ચોખામાંથી બને છે અને ચોખા ગ્લુટેન ફ્રી હોય છે. જો કે તેમાં ફાઈબર ઓછું હોય છે પરંતુ મેથીના કારણે ફાઈબરની માત્રા પણ વધે છે જે તેને પચવામાં સરળ બનાવે છે.


વજન ઘટાડવામાં પણ મદદરૂપ
ઓછી ચરબી, ઓછી કેલરી અને ગ્લૂટન ફ્રી હોવાના કારણે પનકીને તમે સરળતાથી વજન ઘટાડવા આહારનો ભાગ બનાવી શકો છો. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે, તેથી તે દરેક રીતે હેલ્થી નાસ્તો સાબિત થઈ શકે છે.