અમદાવાદ/અર્પણ કાયદાવાલા : અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. માતા-પિતાનો આરોપ છે કે તેમની દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"241311","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુમ થયેલી યુવતીનાં પિતાનાં જણાવ્યાં પ્રમાણે તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાન છે. જે તમામ બેંગલુરુની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને ત્યાંનાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતાં. આ બાળકોમાંથી ત્રણ સગીર છે અને એક દીકરી 18 વર્ષની છે. આ બાળકોને માતા પિતાને જાણ કર્યા વગર જ બેંગ્લોરનાં આશ્રમમાંથી અમદાવાદનાં આશ્રમમાં મોકલી દેવામાં આવ્યાં. જે બાદ બાળકોનાં માતાપિતા અહીં ચાર મહિનાથી ચારવાર અહીં આશ્રમમાં બાળકોને મળવા આવ્યાં પરંતુ આશ્રમે તેમને મળવા દીધા નહીં.


પરિવારે આખરે કંટાળીનેતેમણે ચાઇલ્ડ વેલ્ફેરમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ વેલફેરના અધિકારીઓ પોલીસ સાથે આશ્રમમાં પહોંચીને માતાપિતાને તેમના ત્રણ સગીર બાળકોને મળવા દીધા પરંતુ જે દીકરી 18 વર્ષની છે તેને મળવા ન દીધી. આ દરમિયાન આ યુવતીનો એક વીડિયો પણ વાયરલ થયો કે જેમાં યુવતી જણાવે છે કે, તેની સાથે આશ્રમમાં શારિરીક અડપલા થયા છે.



સ્વામી નિત્યાનંદ વર્ષ ૨૦૧૦માં સેકસ સીડી કાંડના કારણે ચર્ચામાં આવ્યા હતા. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સંમતિથી બંધાયો હતો.


કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્વામીના સહયોગિયોએ અરજી કરી કોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. સ્વામી નિત્યાનંદનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો છે. નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે તેમની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે.


જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...