હિતલ પારેખ/ગાંધીનગર :હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. જેમાં આજે માર્ગ મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓ સંબધિત પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. તો સાથે જ શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય, વૈધાનિક, સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થવાની છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) ગૃહમાં આઉસ સોર્સિંગ (outsourcing) કરતા સરકારના તમામ વિભાગના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે તેમનો આખો પગાર સીધો તેમના ખાતામાં જ જશે અને એજન્સીના ખાતમાં માત્ર સર્વિસ ચાર્જ ચૂકાવાશે.


માર્કેટમાં આવી નવી SUV, 3 દરવાજાની ગાડીને જાતે ડિઝાઈન કરી શકશો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 10 વાગ્યાથી બજેટ સત્રની કામગીરી શરૂ થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં જાહેરાત કરી હતી કે, રાજ્યમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતુ હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે આ પ્રકારનું શોષણ અટકાવવા સરકાર પગલાં લેવા જઈ રહી છે. રાજ્યના તમામ વિભાગોમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓના ખાતામાં તેમનો પગાર સીધો જ જમા થઈ થશે. જ્યારે કે, એજન્સીના ખાતામાં માત્ર સર્વિસ ચાર્જ જશે. 


કરોડોના હાથી દાંત લઈને ફરતો વિનાયક પુરોહિત વડોદરાથી પકડાયો


ઉલ્લેખનીય છે કે, હાલ ઘણા ખાતામાં આઉટ સોર્સિંગનો પગાર એજન્સીઓને આપવામાં આવે છે, જેના બાદ એજન્સીઓ કર્મચારીઓને પગાર આપે છે. પરંતુ અનેક જગ્યાએ આઉટ સોર્સિંગ કર્મચારીઓનું શોષણ થતું હોવાની ફરિયાદ મળી છે. છેલ્લા છ મહિનામાં આ ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે આરોગ્ય વિભાગમાં આરોગ્ય કેન્દ્રો ઉપરના આઉટ સોર્સિંગ કર્મીઓના પગાર સીધા ખાતામાં જમા કરવાની સિસ્ટમ અમલમાં મૂકી છે. આમ કરવાથી આરોગ્ય વિભાગમાં જ 50 થી 100 કરોડની બચત થઈ છે. જ્યારે કે, હવે આ નિયમ તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવશે. જેથી કર્મચારીઓને તેમનો પૂરતો પગાર સીધો જ મળી જશે. 


SBIમાં ખાતુ છે તો આવતીકાલ સુધી કરી લો એક મહત્વનું કામ, નહિ તો...


ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતનું ચાલુ નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે ખેડૂતોથી લઈને ગરીબ અને મધ્યમ વર્ગ માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. તો અનેક નવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. 


બજેટ સત્રમાં બીજા દિવસે આઉટસોર્સિંગ કર્મચારીઓની પોલીસી બદલતા સરકારના જ 50 કરોડ રૂપિયા માત્ર આરોગ્ય વિભાગમાં રસ્તા થયા હોવાનો દાવો રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. આઉટસોર્સિંગ સભ્યોને પૂરતો પગાર ન મળતો હોવાની ફરિયાદો સરકાર સામે ફરિયાદો આવી હતી. જ્યારે ઈજારેદારો પૂરતો પગાર ન આપતા હતા કે તેમને તો સમગ્ર સિસ્ટમમાં સુધારો કર્યો છે. કર્મચારીઓના પગાર પૂરો એક સમાન કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક