Gujarat Politics : ગુજરાતમાં હવે રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો માટે ભાજપ તૈયારીઓ કરે તો નવાઈ નહીં. હવે તો વનવે જીત હોવા છતાં પણ ભાજપ કોઈ કચાશ છોડવા માગતી નથી. 3 બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બે બેઠકો પૈકી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પૈકી કોઇ એકને ટિકીટ મળે તેવી સંભાવના છે. ભાજપ રૂપાણી અને નીતિશ પટેલને મંત્રીપદ ચૂપચાપ છોડી દેવા માટે જશ આપી શકે છે. આમ આ 3 બેઠકો માટે હવે સોગઠા ગોઠવાઈ રહ્યાં છે. હાલમાં રૂપાણી એ પંજાબના પ્રભારી છે. જેઓને ભાજપ સંગઠનમાં પણ લઈ જવાય તેવી શક્યતાઓ વચ્ચે નીતિન પટેલ માટે આ ઉજળો ચાન્સ છે. નીતિન પટેલની પણ ભાજપ કેટલી કદર કરે છે એ આ ચૂંટણી સાબિત કરી દેશે. નીતિન પટેલને લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદ બનાવવાનું ગાજર લટકાવી મનાવાયા છે. એમના માટે રાજ્યસભાની ચૂંટણીએ દિલ્હી જવાની ઉજ્જવળ તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની બેઠકો ભાજપના ખોળામાં જશે 
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે એટલે કે ૨૦૨૩ના ઓગષ્ટ મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થાય છે. ભાજપ પાસે ૧૫૬ સભ્યો હોવાથી આ ત્રણેય બેઠકોમાં ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે ત્યારે પાર્ટીએ અત્યારથી જ બે નામોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. હાલ રાજ્યસભાની કુલ ૧૧ બેઠકો પૈકી ૮ બેઠકો ભાજપ પાસે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના 3 રાજ્યસભાના સાંસદોની ટર્મ પૂરી થતાં જ આ બેઠકો ભાજપના ખોળામાં જવાની સંભાવના છે.


આ પણ વાંચો : 


ખુશખબર ! અમદાવાદનો ફ્લાવર શો જોવો હોય તો ઉતાવળ કરજો, ભીડને પગલે લેવાયો આ નિર્ણય


આરોગ્ય મંત્રીજી જવાબ આપો, ગુજરાત આ રોગમાં દેશમાં ટોપ-5માં કેવી રીતે પહોંચી ગયો?


વિજય રૂપાણી અને નીતિન પટેલ દાવેદાર
રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેમાં ત્રણેય ભાજપના જ સભ્યો છે. આ બેઠકોમાં હાલ કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે. આ બેઠકોની ચૂંટણી આગામી જૂન કે જુલાઇ મહિનામાં આવે તેવી સંભાવના છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટેના દાવેદારો છે, જે પૈકી વિજય રૂપાણી અગાઉ ૨૦૦૬ થી ૨૦૧૨ દરમ્યાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. 


કોંગ્રેસ બેઠક ગુમાવે તેવી શક્યતા 
૨૦૨૪માં ચાર બેઠકો એપ્રિલ મહિનામાં ખાલી પડશે.  રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડશે, જે પૈકી બે બેઠકોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સભ્ય છે, જ્યારે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા સભ્ય છે. ભાજપના બન્ને સભ્યો કેન્દ્રીય મંત્રી છે. આ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે. સરકાર કોઈ પણ ભોગે રાજ્યસભામાં પણ વર્ચસ્વ જાળવી રાખવા માટે આ બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખશે. આમ લોકસભા પહેલાં જ રાજ્યસભાની આ 2 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસ ગુમાવે તો પણ નવાઈ નહીં. કારણ કે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.


આ પણ વાંચો : કોંગ્રેસમાં કાર-બંગલો લેવા ખેંચતાણ : 17 જણા વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શક્તા નથી