‘કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી, તેથી ગાઈડલાઈનનુ ફરજિયાત પાલન કરો’
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.
હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.