નીતિન પટેલના ઘરની એક વાત આવી ગઈ બહાર, પત્નીની વાતને લઈને લોકો પેટ પકડીને હસ્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના રમૂજી અને હળવા અંદાજ માટે પ્રખ્યાત છે. કાર્યક્રમમાં તેઓ રમૂજ ન કરે તેવુ ભાગ્યે જ બનતુ હોય છે. અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) ના હસ્તે કરાયુ હતું. જેમાં તેમણે પોતાના પરિવારની વાત કરીને ઓડિયન્સને હસાવ્યા હતા. નીતિન પટેલના ઘરમાં હાલ શુ ચર્ચા ચાલી રહી છે તે વાત કહીને તેમણે લોકોને હસાવ્યા હતા.
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના રમૂજી અને હળવા અંદાજ માટે પ્રખ્યાત છે. કાર્યક્રમમાં તેઓ રમૂજ ન કરે તેવુ ભાગ્યે જ બનતુ હોય છે. અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) ના હસ્તે કરાયુ હતું. જેમાં તેમણે પોતાના પરિવારની વાત કરીને ઓડિયન્સને હસાવ્યા હતા. નીતિન પટેલના ઘરમાં હાલ શુ ચર્ચા ચાલી રહી છે તે વાત કહીને તેમણે લોકોને હસાવ્યા હતા.
આ પણ વાંચો : અમેરિકા જવાની લ્હાયમાં પટેલ પરિવારે જીવ ખોયો, હાડ થીજવતી ઠંડીમાં 11 કલાક ચાલ્યા
તેમણે કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હમણા મારા ઘરમાં એક મીઠો વિવાદ ચાલે છે, કચ્છનુ સફેદ રણ જોવા જવાનો. તમે નહિ માનો પણ મારે કહેવુ છે કે, ભલે અમિતાબ બચ્ચને ગમે તેટલી જાહેરાત કરી હોય, પણ મારી પત્નીએ હજી સુધી કચ્છનુ સફેદ રણ નથી જોયુ. કોઈ અનુકૂળતા જ ગોઠવાઈ ન હતી. પહેલા રાજકીય કામકાજ દરમિયાન કંઈને કંઈ, ક્યાંકનુ ક્યાક ચાલ્યા જ કરતુ હતું. આ તો ભલુ થયુ ભગવાનનુ કે હવે થોડો ટાઈમ આપ્યો. આ બધુ હવે માણવાનો સમય મળશે.
સાથે જ તેમણે કહ્યુ કે, મારા ત્રણ પૌત્રો છે. જેમાં મારી 11 વર્ષની પૌત્રી ક્યારે મોટી થઈ ગઈ તે ખબર જ ન પડી. આ 11 વર્ષમાં તેની સાથે અડધો કલાક કાઢ્યો હોય તે મને ખ્યાલ નથી. હવે મને તેની સાથે ફરવાનો સમય મળશે. હુ જઉ ત્યારે સ્કૂલે ગઈ હોય અને આવુ ત્યારે ઊંઘી ગઈ હોય. પણ હવે બાકીના બે પૌત્રો સાથે સમય કાઢવાની મને અનુકૂળતા મળી છે.